________________
તે રણો ઉપર ઘણી કૃષ્ણ ચામર દવાઓની કાળા રંગના ચામરેથી યુક્ત એવી દવાઓની વિકુર્વણ કરી આ પ્રમાણે તેણે યાવત્ પદથી ગ્રાહ્ય એવી નીલવર્ણના ચામરોથી યુક્ત દવાઓની, લાલવર્ણના ચામરોથી યુક્ત ધ્વજાઓની. હારિદ્ર ( પીળા ) વર્ણના ચામરોથી યુક્ત દવાઓની અને શુકલ (સફેદ) વર્ણથી યુક્ત ચામર વજાઓની વિમુર્વણા કરી. આ બધી દવાઓ આકાશ અને
ફટિક મણિની જેમ અત્યંત સાફ હતી. સુંવાળા પુદ્ગલ સ્કોથી યુક્ત હતી, વજીમય દંડની ઉપર રૂખમય પટ્ટથી તે સુશોભિત હતી તેના દડે વજાના બનેલા હતા. કમળની જેવી સુવાસ હોય છે તેવી જ સુવાસ તેમની હતી. એથી તેઓ અતીવ મને હર હતા. પ્રાસાદીય હતા. દર્શનીય હતા. અભિરૂપ હતા, અને પ્રતિરૂપ હતા. આ પ્રાસાદય વગેરે પ્રતિ રૂપાંત પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. તેમજ આ બધા તેરણોની ઉપર ઘણા ઘણા છત્રાતિછત્ર–લેક પ્રસિદ્ધ એક છત્ર કરતા પણ ઘણું છત્ર ઉપર નીચે અધ ભાગમાં ઘણું પતાકાતિ પતાકાઓ, ઘણું નીલકમલ–સમૂહો કુમુદ, નલિન, સુભગ. સૌધિક, પુંડરીક મહાપુંડરીક શતપત્ર અને સહસ્ત્રપત્રક આ બધા કમળાના સમૂહની તેણે વિકુર્વણા કરી. જે કેરવ જાતિના કમળ હોય છે. તેનું નામ કુમુદ છે. નલિન અને સુભગ પણ એક વિશેષ પ્રકારના કમળ જ હોય છે. જે કમળા સારી ગર્ધવાળા હોય છે, તે સૌ ધિક કમળો છે, અથવા તે સારી ગંધ જ જેમનું પ્રયોજન હોય તે સમગધિક છે. જે શ્વેત કમળ હોય છે તેનું નામ પુંડરીક છે અને મહત્વ વિશિષ્ટ પુંડરીક જ એટલે કે વિશાળ શ્વેત કમળ જ મહા પુંડરીક છે. જે કમળોના સો પાંદડા હોય છે તે શતપત્ર કમળ અને જે કમળામાં એક હજાર પાંદડા હોય તે– સહસ્ત્રપત્ર કમળો છે. આ બધા કમળ સમૂહે રત્નજડિત હતા. સ્વચ્છ હતા,
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
પ૯