________________
શરીરને કલ્પવૃક્ષની જેમ અલંકૃત અને વિભૂષિત કર્યું. સાતિશય વિભૂષાથી યુક્ત કર્યું. (પિત્તા દરમચયુધિર્દિ નાયારું મૂર્વ, દ્વિવું જ ગુમારામ
) આ પ્રમાણે પોતાના શરીરને કલ્પવૃક્ષની જેમ સાતિશય વિભૂષાથી સમલકૃત કર્યા બાદ તેણે દર્દર-બહુલ મલયજ ચંદનન સુગંધથી સુવાસિત ચૂર્ણથી શરીરને ધવલ કર્યું ત્યારબાદ તેણે દિવ્ય પુષ્પમાળા ધારણ કરી.
ટકાથ–જયારે સૂર્યાભદેવ અલંકારિક સભામાં પૂર્વ દિશા તરફ મુખ કરીને સિંહાસન પર બેસી ગયો ત્યારે તે સૂર્યાભદેવની સામે સામાનિક દેવોએ આભરણોની પિટીઓ લાવીને મૂકી ઢીધી પૂર્વકથિત વિશેષણોવાળા વસ્ત્રના કકડાથી સૂર્યાભદેવે સૌ પહેલાં પોતાના શરીરને સરસ રીતે લૂછયું. ત્યારપછી લીલા ગશીર્ષ ચન્દનથી તેણે પિતાના શરીરને સરસ રીતે ચર્ચિત કર્યું. ત્યાર પછી તેણે બે દેવદૂષ્યકો-વસ્ત્રો-ધરણા કર્યા. આ બને દેવદૂષ્ય એટલાં બધા ઝીણા તેમજ અ૫ભારવાળા હતા કે તે નાકના નિધાસ વાયુથી પણ ઉડવા લાગતા હતા. આને પણ મનહર લાગતાં હતાં. વર્ણ અને સ્પર્શ પણ તે વસ્ત્રોનાં સેહામણાં હતાં. જેમ ઘેડાની લાળ સુકુમાર હોય છે લીસી હેય છે અને સફેદ હોય છે, તેમજ આ વસ્ત્રો તેના કરતાં પણ વધારે સુકુમાર, લીસા અને સફેદ હતા. આ વસ્ત્રના પ્રાંતભાગો સુવર્ણ સૂત્રથી ગ્રથિત હતા. તેમજ એમની સ્વચ્છતા આકાશ અને સ્ફટિક મણિની સ્વચ્છતા જેવી હતી. ત્યાર પછી તેણે ૧૮ લડીવાળો હાર પહેર્યો, નવ લડીને અદ્ધ હાર પહેર્યો, વિચિત્ર મણિકૃત એક લડીવાળી માળા પહેરી, મુક્તાહાર પહેર્યો, ત્યાર પછી અંગદોને-હસ્તાભરણ વિશેષોને કેયૂરોને-બાહૂના આભરણ વિશેને, કટકેને-વલયોને, ત્રુટિતોને-બાહુરક્ષિકાઓને-ભૂષણોને કટિસૂત્રને, દશેદશ આંગળીએમાં દશ મુદ્રિકાઓને–વક્ષસ્થળ પર પહેરવા યોગ્ય વક્ષસૂત્રને-માળા વિશેષને, મુરવિને ભૂષણ વિશેષણને, કંઠાભરણ વિશેષને પ્રાલંબકો-કાનના ઝુમકાઓને અને કુંડળને ધારણ કર્યા. ચૂડામણિને મસ્તક પર ધારણ કર્યો. અને પછી મસ્તક પર મુગટ પહેર્યો ત્યારપછી તેણે આ ચાર પ્રકારની માળઓને–ગ્રથિમમાળાઓનેસૂત્રાદિથી ગ્રથિત માળાઓને, વેષ્ટિમ માળાઓને-સૂત્રાદિના વેષ્ટનથી તૈયાર કરવામાં આવેલી માળાને એટલે કે પુષ્પલબૂસગ વગેરે તથા પુષ્પભૂષણાદિ કોનેપૂરિમમાળાને–તંતુ વગેરે પરોવીને તૈયાર કરેલી માળાને, અને સંઘાતિમમાળાનેનાલ વગેરેને પરસ્પર ભેગી કરીને તૈયાર કરવામાં આવેલી માળાને ધારણ કરી.
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૪૯