________________
ટીકાઈ–(“તેને જાણે તેનું સમgo ') તે કાળે–ભગવાન મહાવીર સ્વામીના વિતરણ કાળમાં, તે સમયે જ્યારે ભગવાન આમલકલ્પાનગરીના આ પ્રશાલવન-ચય માં દેશના કરતા સ્થિત હતા તે સમયે-સૌધર્મ નામના ક૯૫માં સૂર્યાભનામના દેવ સૂર્યા ભવિમાનમાં સુધર્મા સભામાં કે જ્યાં સૂર્ય જેવું પ્રકાશનું સિંહાસન હતું તેના ઉપર વિરાજમાન હતા. તેની સાથે ચાર હજાર સામાનિક દેવ હતા. ચાર બધી દેવીએમાં ખાસ પટ્ટદેવીઓ હતી, આ બધી દેવીઓના પરિવારો પણ આ દેવીઓની સાથે જ હતાં. આત્યંતર, મધ્ય અને બાહ્ય આ પ્રમાણે આ બધા વિમાનાધિપતિઓની ત્રણ ત્રણ પરિષદા હોય છે તે તે પ્રમાણે જ તે પણ પોતાની આત્યંતર, મધ્ય, અને બાહ્ય પરિષદાની સાથે હતે. વયસ્યમંડળીના સ્થાને જે પરમમિત્ર સંહતિ જેવી પરિષદા હોય છે તે આત્યંતર પરિષદ છે. આ પરિષદની સાથે બેસીને ચર્ચા કે વિચાર વિનિમય કર્યા વગર કેઈપણ વિમાનાધિપતિ નાનું સરખું પણ કામ કરી શકતે નથી. અત્યંતર પરિષદાની સાથે જે કાર્ય વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી છે તે કાર્ય જે પરિષદાની સાથે મૂકવામાં આવે છે તે પરિષદા મધ્યપરિષદા છે તેમજ આત્યંતર પરિષદાની સાથે ચર્ચાયેલું તેમજ મધ્ય પરિષદાથી સમ્મતિ મેળવીને કરવા માટેનું સ્થિર થયેલું જે કાર્ય-કરવા જે પરિષદને સોંપવામાં આવે છે તે પરિષદા બાહ્ય પરિષદા છે. સાત અનીક આ પ્રમાણે છે–૧ અશ્વ, ૨ ગજ, ૩ રથ, ૪ પાયદળ, ૫ વૃષભ, ૬ ગંધર્વ અને ૭ નાય. આ બધામાં અશ્વ વગેરે પાંચ અનીક યુદ્ધ ના માટે અને ગંધવ અને નાટય આ બંને અનીક મનોરંજન માટે નિયુક્ત હેય છે. તે સૂર્યાલદેવ. આ સાત અનીકાથી વીટળાયેલું હતું. આ સાત અનીકેના અધિપતિ પણ તેની સાથે હતા. આત્મરક્ષક–એટલે કે બેડીગાર્ડના રૂપમાં જે આત્મરક્ષક દેવ હતા. તેઓ પણ ૧૬ હજારની સંખ્યામાં તેની સાથે હતાં. તેમજ બીજા પણ ઘણું વૈમાનિક દેવદેવીએ કે જે તે જ સૂર્યાભવિમાનના રહેનારા હતા તેની સાથે હતા. તે સમયે વાતાવરણને યોગ્ય નાટય, ગીત અને વાજાંઓ વગેરે વગાડવામાં આવી રહ્યાં હતાં. તેમજ ચતુર વગાડનારા દેવડે તંત્રી, તલ, તાલ. ત્રુટિત, ઘન ઝાલર. અને મૃદ આ બધાં વાદ્યો વગાડવામાં આવી રહ્યાં હતાં. તે આ બધાના તુમુલદવનિની સાથે તે સૂર્યાભદેવ દિવ્ય-સ્વગીય ભેગોને શબ્દાદિ ભેગોને ભોગવતે પિતાનો વખત આનંદ તેમજ ઉલ્લાસની સાથે પસાર કરતે તે પ્રત્યક્ષ રૂપે સંપૂર્ણ જમ્બુદ્વીપ–મધ્ય જંબુદ્વીપનું વિસ્તીર્ણ અવધિજ્ઞાનના ઉપગની સાથે અવલોકન કરી રહ્યો હતો. ૨
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
૧૫