________________
બધા મંડપો આકાશ તેમજ સ્ફટિકની જેમ નિર્મળ છે, તથા સર્વથા રત્નમય છે, થાવત્ પદથી અહીં આ સર્વ રત્નમય પદથી માંડીને પ્રતિરૂપ સુધીના બધાં પદોનો સંગ્રહ થયો છે. આ પદોને અર્થ પહેલાં યથાસ્થાને લખવામાં આવે છે.
આ જાતિમંડપોથી માંડીને માલુકામંડપ સુધીના જેટલા મંડપ છે, તે બધામાં ઘણું પૃથિવીશિલાપટ્ટક પૃથિવીશિલારૂપ પટ્ટકે આસન વિશેષ–કહેવામાં આવ્યા છે. એ પૃથિવીશિલા આસન વિશેષ ટૂંસાતન સંસ્થિતા: હંસના જેવા આકાર વાળા આસન વિશેષ હોય છે, તેવા આકારવાળાં છે. પણ બધાં આ જાતના આકારવાળા તો નથી જ પણ કેચિ” પૃથિવીશિલાપટ્ટક જ આ જાતના આકા૨વાળા છે. એ જ વાત અહીં “યાવત્ ” પદથી કહેવામાં આવી છે. કેટલાક પૃથિવીશિલાપટ્ટકો એવા પણ છે કે જેમને આકાર કૌચાસન જેવે છે. કેટલાક એવા પણ છે કે જેમનો આકાર ગરુડાસન જેવે છે, કેટલાક એવા પણ છે કે જેમને આકાર ઉન્નતાસન જેવે છે. કેટલાક એવા પણ છે કે જેમને આકાર પ્રણતાસન જે છે, કેટલાક એવા પણ છે કે જેમનો આકાર દીર્ષાસન જેવો છે, કેટલાક એવા પણ છે કે જેમને આકાર ભદ્રાસન જેવે છે, કેટલાક એવા છે કે પદ્માસન જેવા છે, કેટલાક એવા છે કે મગરના આકાર જેવા આસને છે, તેમજ કેટલાક એવા પણ છે કે જે લતાના આકાર જેવા છે. કેટલાક એવા છેકે સિહાસન જેવા આકારવાળા છે. કેટલાંક એવા છે કે પદ્માસન જેવા આકારવાળા છે. અને કેટલાક પૃથિવીશિલા પટ્ટો એવા પણ છે કે જે દિકસીવસ્તિકાસન જેવા આકારવાળા છે. આ હસાસન વગેરે પદોનું વર્ણન પ૬ મા સૂત્રમાં કરવામાં આવ્યું છે. આ પૃથિવીશિલાપટ્ટકો સિવાયના બીજા પણ પૃથિવી શિલાપટ્ટકો છે કે જેમને આકાર, આકાર પ્રકારેથી વિલક્ષણ એવી ઉત્તમ શય્યા અને ઉપવેશનના સાધનોના આકાર જેવો છે. તે શ્રમણ ! આયુષ્યન્ ! એવા ત્યાં પૃથિવીશિલા.
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૮૬