________________
યુથિકા-જૂહી–લતાના મંડપ છે. મલ્લિકાલતાના મંડપ છે. નવમલ્લિકા–સતપત્ર વાળીલતાના મંડપ છે એટલે કે અહીં જે જે મંડપોનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. તે બધા જુદી જુદી જાતની લતાના નામથી મંડિત છે. એથી વિશેષ જાતની લતાના નામથી તે મંડપ સંબોધિત કરવામાં આવ્યા છે. અહીં વનખંડમાં જુદી જુદી જાતની લતાઓના મંડપ આપણે જોઈએ છીએ તેમની નીચે બેસવા વગેરે માટે સ્થાને બનાવવામાં આવે છે, તે તેજ લતાના મંડપના નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ત્યાં વાસતી લતાથી મંડિત મંડપ છે. માધવી લતાનું નામ વાસંતી લતા છે. દધિવાસુકામંડપક–દધિવાસુકા આ એક જાતની વિશેષ વનસ્પતિ છે. એની લતાથી મંડપાકાર જે સ્થાન તૈયાર કરવામાં આવે છે તે દધિવાસુકા મંડપક છે. સૂરિલિકા મંડપક-સૂર્યમુખ જે વનસ્પતિ વિશેષ હોય છે, તેનું નામ સૂરિદ્ધિ આ સૂરિદ્વિરૂપ સૂરિલ્લકાની લતાથી મંડપકાર મંડિત જે સ્થાન વિશેષ હોય છે તે સૂરિ લિકા મંડપક છે તાંબૂલલતાથી મંડિત જે મંડપાકાર સ્થાન હોય છે, તેનું નામ તાંબૂલલતામંડપક છે. એને ભાષામાં “વિરેજા” કહે છે. એમાં પાન ઉત્પન્ન કરવામાં આવે છે. દ્રાક્ષાલતાથી મંડિત જે સ્થાન હોય છે. તે મૃદ્ધીકા મંડપ છે. જેને ભાષામાં “અંગૂરની ઝાડી' કહે છે. નાગકેશરની લતા થી યુક્ત જે સ્થાન હોય છે તે નાગલતા મંડપક છે. આ સર્વે મંડપક ત્યાં છે. આ પ્રમાણે ત્યાં તિનિશલતાના મંડપકો પણ છે. એમને જ અતિમુકતકલતા મંડપકો પણ કહે છે. જે કે વાસંતી લતાનું નામ પણ અતિમુક્તક છે, પણ આના મંડપને ઉલ્લેખ અહીં સ્વતંત્ર રીતે કરવામાં આવ્યો જ છે. તેથી અહી અતિમુક્તક પદથી તિનિશયલતાનું ગ્રહણ કરવું જ યોગ્ય કહેવાય. અરફતામંડપ–અપરાજિત નામની લતાનું છે, આનાથી મંડિત મંડપનું નામ આતા મંડપ છે. માલુકામંડપ– એકાસ્થિક ફલવાળી (એક ગેહલીવાળી ) જે વિશેષ પ્રકારની વનસ્પતિ હોય છે તેનું નામ માલુકા છે. આ માલુકા પંડિત મંડપનું નામ માલુકામંડપ છે. આ
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૧૮૫