________________
પ્રભુવીર છે કેમકે તેમણે ભવ્ય જેના માટે શુદ્ધિના માર્ગને ઉપદેશ કર્યો છે. એ ઉપદેશ બીજા તીથિકેથી મેળવી શકાતો નથી કેમકે તેમને આત્મા આ જાતની શુદ્ધિથી રહિત છે. “નમિત્તસુરસમાગF ' પદથી ટીકાકારે ભક્તિની તીવ્રતા દર્શાવી છે, માટે એજ ભક્ત્યાતિશયના પાત્ર છે. “સિદ્ધિાધિરાનમ્' પદથી ટીકાકારે એ વાત સ્પષ્ટ કરી છે કે મુક્તિઓને પહોંચેલે જીવ ત્યાંથી ફરી આ સંસારમાં આવતું નથી કેમકે તે ત્યાંને સંપૂર્ણપણે અધિકારી થઈ જાય છે, ત્યાંનો સંપૂર્ણ પણે અધિકારી થઈ જવાને હેતુ એ છે કે કૃતકૃત્ય થયેલો જીવ નિષ્કામ હોય છે. નિષ્કામ પણ તે જ્યારે આત્માથી મોહનીયકમને સંપૂર્ણપણે વિનાશક થાય છે, મેહનીયકર્મને સંપૂર્ણ પણે વિનાશ થઈ ગયા બાદ આમા સિદ્ધિગતિ રૂપ સૌધ (ભવન) નો અધિકારી-પાત્ર થઈ જાય છે. આ જાતની પાત્રતા મેળવ્યા બાદ આત્મા આ જન્મ મરણ રૂપ સંસારથી પર થઈ જાય છે. સંસારથી પર થઈ જવું એજ “સિદ્ધિધાધિરજ્ઞા” છે. આ પ્રમાણે સિદ્ધિસમધાધિરાજત્વ પ્રાપ્ત કરેલો જીવ ફરી જન્મ મરણરૂપ સંસારમાં જન્મ મેળવતે નથી. “મવ્યો ધમાાં ' પદ વડે ટીકાકારે એ વાતની સ્પષ્ટતા કરી છે કે ભવ્યજીને એમનાથી સમ્યગૂ જ્ઞાનરૂપ બોધને પ્રકાશ પ્રાપ્ત થયા છે. કેમકે જે પોતે પ્રકાશમય હોય છે–તેજ બીજાઓને પ્રકાશ આપનારો હોય છે. કેવળજ્ઞાનરૂપ પ્રકાશપુંજથી પ્રકાશિત વીર ભગવાન પ્રકાશિત છે. એટલા માટે બીજા ભવ્ય જીએ પણ તેઓશ્રીથી કેવળજ્ઞાન રૂપ પ્રકાશપુંજ મેળવ્યા છે. આ કથનથી પ્રભુવીરમાં સંપૂર્ણ પણે સ્વાર્થ વરતાનો અભાવ પ્રતિપાદિત કર્યો છે કેમકે જે માર્ગને અનુસરતાં પ્રભુએ જાતે કેવળજ્ઞાનરૂપ પ્રકાશપુંજ મેળવ્યું છે, તેજ માર્ગને ઉપદેશ ભવ્ય જીવોને પણ પ્રભુએ આપે છે. આ ઉપદેશનાં કામમાં તેઓ શ્રી નિસ્પૃહ રહ્યા છે. “શિવમુનીન્દ્ર” પદથી ટીકાકારે પોતાને આ જાતને ભાવ દર્શાવ્યો છે કે ભગવાન પોતાના માર્ગને અનુસરનાર ભવ્ય જેના માટે મુક્તિસુખને આપનારા છે અને મુનિઓમાં ઈન્દ્રસ્વરૂપ છે. તેઓ શિવસુખ આપનાર છે એવું જે કથન છે તે ફક્ત વ્યાવહારિક જ છે. હકીક્તમાં તે તેઓ કોઈને ય શિવસુખ આપતા પણ નથી અને કેાઈને ય તેનાથી વંચિત પણ રાખતા નથી. દરેકે દરેક માણસ પોતાના કર્તવ્ય મુજબ મુક્તિમાર્ગ તરફ વળીને મુક્તિસુખને મેળવે છે. અને તેનાથી પ્રતિકૂળ માર્ગને અનુસરીને તે સુખથી વંચિત રહે છે. આ વાત બરાબર છે કે ભવ્ય જીવોને તેમના નિમિત્તથી જ હિતની પ્રાપ્તિ થાય છે એટલા માટે આ વાતને સ્પષ્ટ કરવા માટે “શિવકુવ” આ પદ મૂકયું છે. “મુનીન્દ્ર” પદથી એ વાત સમજાવવામાં આવી છે કે જેઓ વાફ સંયમ રાખે છે એટલે કે ભાષાસમિતિનું પાલન કરે છે તેઓ મુનિ હોય છે. ભાષાસમિતિનું પાલન
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૧