________________
વગેરે વિશેષણે વાળી દેવગતિથી અસંખ્યાત દ્વીપ સમુદ્રોની મધ્યમાં થઈને એળગીરે-જ્યાં નદીશ્વર નામે આઠમો દ્વીપ હતું ત્યાં આવ્યા. ગતિ સંબંધી વિશેષણ શબ્દોની એટલે કે વરિત વગેરે પદોની વ્યાખ્યા પાંચમાં સૂત્રમાં કરવા આવી છે. ત્યાં આવીને તે તે દ્વીપના અગ્નિકોણમાં સ્થિત રતિકર પર્વત ઉપર ગયો. ત્યાં જઈને તેણે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવાનુભાવને ધીમે ધીમે સંકોચ કર્યો, ધીમે ધીમે સંક્ષિપ્ત કર્યો ત્યાર પછી તે જ્યાં જ બૂઢીપ નામે દ્વીપ અને તેમાં પણ જ્યાં ભરતવર્ષ દક્ષિણ ભરતક્ષેત્ર તેમાં પણ જ્યાં આમલકલ્પા નગરી, તેમાં પણ આમ્રશાલવન ચૈત્ય અને તેમાં પણ શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા. ત્યાં આવ્યા. ત્યાં આવીને તેણે શ્રમણ ભગવાન મહાવીરને તે દિવ્ય યાન વિમાનથી ત્રણ વાર પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને પછી તેણે પિતાના તે દિવ્ય યાનવિમાનને ઋણ ભગવાન મહાવીરના ઈશાન કોણમાં પૃથિવીથી ચાર આંગળ ઉપર સ્થિર કર્યું. સ્થિર કરીને તે દિવ્ય યાન વિમાન ઉપરથી પરિવારની સાથે પિતાની અગમહિષીઓની સાથે ઉતર્યા. તેની સાથે ગંધર્વોનીક અને નાટ્યાનીક હતું. ઉતરતી વખતે તે પૂર્વ દિશા તરફની ત્રણ સીડીઓ કે જે અત્યંત સુંદર હતીઉપર થઈને નીચે ઉતર્યા. આ પ્રમાણે જ્યારે તે સૂર્યાભદેવ તે દિવ્ય યાનવિમાન ઉપરથી નીચે ઉતરી ગયો ત્યારે સૂર્યાભદેવના ચાર હજાર સામાનિક દેવે ઉત્તર દિશા તરફની ત્રણ સીડીઓ ઉપર થઈને તે યાન વિનાન ઉપરથી નીચે ઉતર્યા. અવશેષ રહેલા બધા દેવો અને દેવીએ ત્યાર પછી દક્ષિણ દિશા તરફની ત્રણ સીડીઓ ઉપર થઈને તે દિવ્ય યાનું વિમાન માંથી નીચે ઉતર્યા. ૨૬ છે
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૯૫