SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ ગઈ ત્યારે તે તે “અનંત’ પછી ‘તમે ત્યાંથી “ઉદ્દિત્તા’ નીકળીને વ ભરત ક્ષેત્રમાં રહેલાં એજ મૃગાગ્રામ નગરમાં “વિનચત્તર વિજય ક્ષત્રિય રાજાની “મિયા-વી” રાણી મૃગાદેવીની કુખ-ગર્ભમાં “ વજો’ પુત્રરૂપથી ઉત્પન્ન થયે. ભાવાર્થ-જ્યારે વૈદ્ય આદિ ઉપચારકે પિત–પિતાના સ્થાને પાછા ચાલ્યા ગયા તેથી રાજાનાં પરિવારોને ખાત્રી થઈ કે, રાજાને રોગ અસાધ્ય સ્થિતિમાં આવી ગયા છે. આ પ્રકારને નિશ્ચય થઈ ગયા પછી તેઓએ પણ રાજાની સેવા (સારવાર) કરવામાં ઉપેક્ષા ધારણ કરી લીધી. આ પ્રમાણે જ્યારે થયું ત્યારે રાજા પણ જાણી ગયે અને પિતે પણ ઔષધ ખાવાનું અને ઉપચાર કરવાનું છોડી દીધું. આ પરિસ્થિતિમાં રાજાના શરીરમાં રેગેને ઉપદ્રવ દિન-પ્રતિદિન વધારેમાં વધારે વધવા લાગ્યું. આ સમયની રાજાની અવસ્થા ઘણજ કરુણાજનક હતી. આવી હાલતમાં પણ તે રાજા પિતાના રાજ્ય, રાષ્ટ્ર અને અંતઃપુરમાંજ બહુજ આસક્ત બની ગયે હતું, અને તે દિવસ–રાત્રિ એનીજ ચિન્તા કરતું હતું કે – આવી સ્થિતિમાં હું દુઃખી થઈ મરણ પામીશ તે આ તમામ સુખ મારી પાસેથી જતું રહેશે, હાય ! હું તેને કેવી રીતે છોડી શકું? આ રાજ્ય કે જેની અંદર દેવોને પણ દુર્લભ એવાં સુખનું મેં સેવન કર્યું છે, મારી દરેક મનમાની ઇચછાઓની આ રાજ્યમાં મેં પરિપૂર્ણ કરી છે, વિલાસ અને વૈભવમાંજ હું લાગેલે રહેતે હતો, હાય ! આટલું સુન્દર આ રાજ્ય હું કેવી રીતે છેડી શકીશ ?. મને આ સંસારમાં બીજું કશું ય જોઈતું નથી, ફક્ત મારી એક એજ અભિલાષા અને ચાહના છે કે – હું અને મારું આ રાજ્ય બને હમેશ માટે આ સંસારમાં સ્થિર રહીએ.” આ પ્રકારના અનેક સંકલ્પ અને વિકલ્પમાં પડેલે તે રાજા કે જેની શારીરિક સ્થિતિ બહુજ બગડી ગઈ હતી, અને જે મરણતુલ્ય કષ્ટથી બહુજ ત્રાસ પામતો હતો, રાજ્ય ઉપર જેને ઘણું જ મેહ હતે, ઈન્દ્રિયેસબન્ધી વિષયભોગો ભોગવવા માટે આવી દશામાં પણ જેને તીવ્ર લાલસા જાગતી હતી. તે રાજા પિતાની અઢીસે (૨૫૦) વર્ષની આયુષ્ય પૂરી કરીને આdધયાનથી બડબડા થકે મરણ પામીને એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પ્રથમ નરકમાં નારકીપણે ઉત્પન્ન થયે, અને ત્યાંના અનંત અને અમર્યાદિત અશુભતમ શીતઆદિ વેદાન્ય અપાર કષ્ટને ભગવાન, ત્યાંની સ્થિતિને પર્ણ કરી ત્યાંથી નીકળીને, આ મૃગાગ્રામ નગરમાં વિજય ક્ષત્રિય રાજાને ત્યાં મૃગાદેવીની કુક્ષિમાંકૂખમાં પુત્રરૂપે ઉત્પન્ન થયે–ગર્ભમાં આવ્યું (સૂટ ૧૮) શ્રી વિપાક સૂત્ર ૫૫
SR No.006439
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy