________________
કર્મો કરવામાં પ્રવૃત્તિ કરે છે. તો તેનું તે પરિણામ જ્ઞાત-ભાવ છે. અજ્ઞાતભાવ તેનાથી ઉલટ હોય છે, અર્થાત-પ્રમાદ અથવા અજ્ઞાનથી પ્રવૃત્તિ થવી તેનું નામ અજ્ઞાતભાવ છે. અજ્ઞાતભાવમાં પણ કમબન્ધમાં વિશેષતા હોય છે. કલ્પના કરે કે –કેઈ એક વ્યક્તિ આ પ્રમાણેના વિચારથી કે:-“હું આ મૃગને મારૂં” – મૃગને મારવા માટે બાણ છોડે છે, અને બીજી કોઈ એક વ્યકિત “હું આ સ્થાણુ-ઝાડનું સુકું થડ-પાડી નાખું”—એ અભિપ્રાયથી બાણ છેડે છે અને તેની વચ્ચમાં કેઈ કબૂતર અથવા તે મૃગને વધ થઈ જાય છે, તે તે પ્રકારની પરિસ્થિતિમાં હિંસા એ બન્નેથી થઈ છે, પણ તેના પરિણામોની અપેક્ષાથી કર્મબંધમાં વિશેષતાજ થશે, કારણ કે જેણે સંકલ્પ કરીને મૃગને વધ કર્યો છે તેના પરિણામ જ્ઞાતભાવ છે, તે કારણથી તેને પ્રકૃષ્ટ કમના બંધ થશે. સંકલષ્ટભાવ જ અતિશયરૂપથી કર્મબંધનું કારણ માનવામાં આવે છે. સંકલ્પ વિના કષાય આદિ પ્રમાદને વશવત્તી થર્ટને જેનાથી અચાનકજ મૃગ આદિનો વધ થઈ ગયું છે, તેને પણ કમબન્ધ તે થશે જ, પરંતુ તે પ્રકૃષ્ટ નહીં, પણ અ૫ થશે, કારણ કે તેનાથી જે હિંસા થઈ છે તે અજ્ઞાંતભાવથી થઈ છે, જ્ઞાતભાવથી થઈ નથી. પ્રકૃષ્ટકષાય અને વેશ્યાના બળના જોરથી જે અજ્ઞાતરૂપભાવ ઉત્પન્ન થાય છે, તેનાથી આ પ્રમાદની ઉત્પત્તિ થાય છે, તેને વિપાક કટુક દુર્ગતિ આપનાર માનવામાં આવે છે. પ્રમાદદશાસંપન્ન વ્યકિતમાં નરકમાં ઉત્પત્તિ થવાયેગ્યેજ સંસ્કાર ઉત્પન્ન થાય છે. આ પ્રમાદ પણ તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ ના ભેદથી અનેક પ્રકારને શાસ્ત્રમાં વર્ણવે છે. જે પ્રમાદમાં મધ્યમકષાય અને વેશ્યાના ઉદયરૂપ બળનું જોર રહે છે તે મધ્યમ, મધ્યમતર આદિ ભેટવાળા હોય છે, પરંતુ જે પ્રમાદ અલપ-કષાય અને વેશ્યાની પરિણતિના બળથી વિશિષ્ટ હોય છે, તેના મંદ, મંદતર આદિ ભેદ હોય છે.
વીર્યન્તરાય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થયેલી લબ્ધિનું નામ વીર્ય છે. શકિત, સામર્થ્ય અને મહાપ્રાણતા એ સર્વ તેના પર્યાયવાચી શબ્દ છે. તેની સ્પષ્ટરૂપથી ઓળખાણ વાષભનારાચસંહનનવાળા ત્રિપુષ્ટાદિ વાસુદેવોમાં બળવાન સિંહાદિકની-વિદારણ-ફાડી નાખનારી-ક્રિયા કરવા સમયે દેખાય છે, સિંહ-આદિકની શક્તિને પરિચય પણ મદેન્મત્ત હાથીનું જ્યારે તે વિદારણ કરે છે, ત્યારે જાણી શકાય છે. વીર્યનું અતિશય તે જ વીર્યવિશેષ છે. તેનાથી પણ કમબંધમાં વિશેષતા આવે છે. એ વીર્યવિશેષ પણ અધિમાત્ર આદિના ભેદથી પૂર્વ–પ્રમાણે અનેક ભેદેવાળે છે. જેવી રીતે મહાપ્રાણતાપ્રબલશક્તિ-માં અધિમાત્ર આદિ ભેદની પ્રરૂપણારૂપ ઉત્કર્ષ જાણી શકાય છે તેવા પ્રકારને ઉત્કર્ષ મંદપ્રાણતામાં હેય નહિ.
અધિકરણ, આસવ આદિના આધારનું નામ છે. જેના વડે આત્મા દુર્ગતિરૂપ સ્થાનનું પાત્ર બને છે, એવા અધિકરણવિશેષથી પણ કર્મોના બંધમાં વિશેષતા આવે
શ્રી વિપાક સૂત્ર