________________
જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીય વિશેષ અને અધિકરણવિશેષથી એ આસ્રવમાં વિશેષતા માનવામાં આવી છે.
પણ
જીવાના પરિણામ જ્યારે અનેકરૂપ થાય છે, ત્યારે તેના ભેદથી કર્મોના બંધ પણ અનેક પ્રકારના થઇ જાય છે. કયારેક સમાન પણ હાય છે, અને કયારેક અસમાન પણુ થાય છે. આ નિયમ નથી કે સમાન કે અસમાન જ હોય, સમાનપરિણામવાળા જીવાને કર્માંના મધ સમાન અને અસમાનપરણામવાળા જીવને કર્માંના અધ અસમાન હાય છે, બહુજ વધેલા ઢધાદિક કષાયા દ્વારા જે પ્રકૃષ્ટ-તીવ્ર પરિણામ થાય છે તે તીવ્રભાવ છે, ‘તીવ્રભાવ” આ સામાન્ય શબ્દ છે. તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ એ પ્રમાણે આ ભાવની ત્રણ અવસ્થાએ થાય છે, તેની ત્રણ અવસ્થા થવાનું કારણ, કારણભેદ્ય છે. કષાયાના અંશના પણ અનેક પ્રકાર છે. એ તમામ અશાના સમાવેશ આ ત્રણ અવસ્થાઓમાં થઇ જાય છે. એ પ્રમાણે જ્યારે તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ એ પરિણામ જીવાને થાય છે ત્યારે તે સમયે તે પરિણામેાની અપેક્ષાથી થવાવાળા આસવમાં પશુ તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ એ ત્રણ અવસ્થાએ થાય છે. તીવ્ર પરિણામેાથી ઉપાર્જિત આસ્રવ તીવ્ર, અને તીવ્રત૨ પરિણામેાથી ઉપાર્જિત આઅવ તીવ્રતર, એ પ્રમાણે તીવ્રતમ પરિણામેથી: ઉપાર્જિત આસ્રવ તીવ્રતમ થાય છે. સ્થિતિબંધમાં પણ આ પ્રમાણે અન્તર સમજી લેવું જોઇએ. સ્વપપરિણામથી-કષાયાની મદતાથી જે ભાવ થાય છે તે સદભાવ છે. તેમાં પણ મન્ત્ર, મન્વંતર અને મન્ત્તમ એ અવસ્થાએ થયા કરે છે. તે મદલાવાની અપેક્ષાથી પણ આસવમાં મન્ત્ર, મન્વંતર અને મન્ત્રતમ આ પ્રમાણે ત્રણ અવસ્થાએ થાય છે. અર્થાત-મદભાવેથી ઉપાર્જિત આસવ પણ મંદ હાય છે. એ પ્રમાણે મદંતર અને મદતમ પરિણામેથી ઉપાર્જિત મદતર અને મદતમ થશે. તીવ્ર ભાવેાથી જે પ્રમાણે આસવમાં તીવ્રતા આવે છે તે પ્રમાણે સદભાવાથી ઉપાર્જિત આસવમાં મદતા આવે છે; તીવ્રતા નહી. જે પરિણામ તીવ્ર ન હાય અને મદ્રે પણ ન હાય, પરન્તુ મધ્યમદશાવાળાં હાય તે પરિણામ મધ્યમ છે. તે પણ મધ્યમ, મધ્યમતર અને મધ્યમતમ, એ પ્રમાણે ત્રણ ભેદવાળાં હાય છે.
એ તીવ્ર, મન્દ અને મધ્યમભાવ તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ આદિ રૂપથી પ્રક` અને અપ્રક વૃત્તિવાળા હાવાથી અધિમાત્રાદિકના ભેદથી પણ અનેક પ્રકારના માનવામાં આવે છે. જેમકે :- તીવ્રભાવ ક્યારેક કયારેક અધિમાત્ર, કયારેક કયારેક અધિમાત્ર-મધ્ય અને કયારેક અધિમાત્ર-મૃદુ હાય છે એ પ્રમાણે મધ્ય-અધિમાત્ર, મધ્ય-મધ્ય અને મધ્ય-મૃદુ પણ હાય છે. તેવી રીતે કયારેક મૃદુ અધિમાત્ર, મૃદુ-મધ્ય અને મૃદુ-મૃદુ પણ તે હાય છે.
જ્ઞાત નામ આત્માનુ છે. જ્ઞાનઆદિથી ઉપયુકત આત્માનું જે પરિણામ છે તે સાતભાવ છે. જેમ કાઈ પ્રાણી પેાતાની ઇચ્છાથી પ્રેરિત થઇને પ્રાણાતિપાત આદિ અશુભ
શ્રી વિપાક સૂત્ર
૪