________________
કાર આ સૂત્રમાં સ્પષ્ટીકરણ કરે છે. અહીં મંદબુદ્ધિજનેને અર્થ, પિતાનું અને પારકાનું હિત ન જાણનાર લેકે થાય છે. જેમને સ્વ અને પરને વિવેક હોતું નથી એવા જીજ કૃષિ આદિ ઉપર કહેલ કારણોને વશ થઈને પૃથિવી કાયિક જીવની હિંસા કર્યા કરે છે. કૃષિકર્મ પ્રસિદ્ધ છે. એટલે તેને વિષે સ્પટીકરણની જરૂર નથી. જેના ચાર ખૂણા સમાન હોય, જેમાં કમળ વિકસ્યાં હેય, જેણું ઊંડું પાણી ભરેલું હોય વિવિધ પ્રકારના કલરવથી જેને તટ પંડિત હોય એવા સુંદર જળાશયને પુષ્કરિણી કહે છે. જેને વિસ્તાર લાંબો હોય તેવી વાવને વાપી કહે છે. હિંદીમાં તેને વાવડી કહે છે, અનાજ વાવવાનું જે
સ્થાન હોય છે તેને ક્ષેત્ર-ખેતર કહે છે. કૃત્રિમ જળાશયને સર કહે છે. ચિતાને ચિતિ કહે છે, જે મૃત શરીરને અગ્નિદાહ દેવાને માટે લાકડાંના ઢગલા રૂપે ખડકવામાં આવે છે. કેઈમૃત વ્યક્તિના સ્મરણાર્થે જે ભવન આદિ બનાવાય છે તેને ચૈત્ય કહે છે. કિલ્લાની દિવાલની ચારે તરફ જે ઊંડી ખાઈ હોય છે, અને જેમાં પાણી પણ ભરેલું રહે છે. તે ખાઈને ખાતિકા ખાઈ કહે છે. ઘર પાસેના બાગને આરામ કહે છે, નગરથી દૂર જે લોકોનું કીડા સ્થાન હોય છે તેને વિહાર કહે છે. સ્મારક તંભને સ્તુપ કહે છે. કિલ્લાને પ્રાકાર કહે છે. નગરમાં પ્રવેશ કરવાનું જે મુખ્યદ્વાર હોય છે તેને ગપુર કહે છે. બે માળના આદિ મકાનની અગાશીને અટારી કહે છે. દુર્ગ અને નગરની વચ્ચે જે આઠ હાથ પહોળે માર્ગ હોય છે, કે જ્યાં થઈ હાથી આદિ આવે જાય છે, તે માર્ગને ચરિકા કહે છે. પાણીના પ્રવાહને ઓળંગવાને માટે તેના પર પથ્થર અથવા લાકડાને જે માર્ગ બનાવવામાં આવે છે તેને સંક્રમ (પુલ) કહે છે. એવા સ્થાને નદી, નાળાં, આદિ જળાશ પર બનાવેલાં હોય છે. રાજમહેલ શબ્દ જાણીતો છે. તેને સંસ્કૃત ભાષામાં પ્રાસાદ કહે છે. ભવનની ઊંચાઈ પ્રાસાદ કરતાં ઓછી હોય છે. ભવન કરતાં પ્રાસાદની ઊંચાઈ બમણી હોય છે. સામાન્ય ઘરને શરણ કહે છે. પર્વતની પાસે પથ્થરનાં જે ઘરે હોય છે તેમને લયન કહે છે. દુકાનને હટ્ટ અથવા હાટ કહે છે. ચોતરાને વેદિકા કહે છે. દેવકુલ-ચક્ષાતન પક્ષના સ્થાનને કહે છે. જે સભાસ્થાનમાં ચિત્ર હોય છે, તે સભાસ્થાનને ચિત્રસભા કહે છે. જ્યાં તેને પાણી પાવામાં આવે છે તે જગ્યાને યાઊપરબ કહે છે થશાળાને આયતન, તાપસના આશ્રમને આવસથ, જમીનની અંદર બનાવેલ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૧