________________ શાસ્ત્રપ્રશસ્તિ || ટીકાકારની પ્રશસ્તિ / સૌરાષ્ટ્રમાં મુનિજનની સાથે વિહાર કરતાં મેં જેતપુરમાં આનંદપૂર્વક ચોમાસું વ્યતીત કર્યું, ત્યાંથી વિહાર કરીને હું મુનિઓ સાથે ધોરાજી નામના પ્રસિદ્ધ શહેરમાં આવ્યું. શેષ કાળમાં ત્યાં રહીને વિક્રમ સંવત ર૦૦૭ના પિષ માસની પૂર્ણિમાની તિથિને મંગળવાર અને પુષ્ય નક્ષત્રના દિવસે પ્રશ્નવ્યાકરણની આ વૃત્તિ જેનું નામ સુદશિની છે, તે મેં–ઘાસીલાલે રચી છે. ત્યાંની શ્રી સંઘે તેનો ઘણે આદર કર્યો. તે શહેરમાં લિમડી સંધ દ્વારા સ્થપાયેલ એક પૌષધશાળા છે ત્યાં રહીને પ્રવચનના રહસ્યથી પરિપૂર્ણ અને મોક્ષના સુખની દાતા આ વૃત્તિ મેં પૂરી કરી છે 5 છે સંઘમહિમા ધોરાજી શહેરને તે મહાન શ્રીસંઘ અત્યંત ઉદાર છે, ઘણે જ ધાર્મિક છે, શુદ્ધ સ્થાનકવાસી ધર્મમાં દઢ રીતે માનનાર છે, સમ્યકત્વ ભાવથી યુક્ત છે, તવ અતત્ત્વને દૂધ અને પાણીની જેમ વિવેક કરવામાં હંસ સમાન છે. સઘળાં પ્રાણીઓને ઉપકાર કરનાર છે, તેથી તેને સદા જય જયકાર હે દા જેમને દેવ, ગુરૂ અને ધર્મ પ્રત્યે નિત્ય ભકિતભાવ છે, તથા સદાચાર પ્રત્યે જેમની અભિરૂચિ છે એવા ધર્મરત ઉદાર શ્રાવક અને સુશ્રાવિકાઓ અહીં દરેક ઘરમાં છે. જે 7 છે અંતિમ મંગલાચરણ અન્તિમ તીર્થકર ભગવાન મહાવીર મંગળરૂપ છે, ગૌતમપ્રભુ મંગલરૂપ છે સુધર્માસ્વામી મંગળરૂપ છે. અન્તિમ કેવળી જંબુસ્વામી મંગળરૂપ છે, અને આ જૈન ધર્મ મંગળરૂપ છે. એ 8 છે શ્રી રઘુ-ગુમ મૂયાત છે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર 395