________________
અને ધૂમ દેષથી રહિત હય, એ જ આહાર મુનિએ સુધાવેદના આદિ છે કારણેને નિમિત્તે છકાયના જીવોની રક્ષાના અભિપ્રાયથી લેવો જોઈએ. તથા એ પરિગ્રહ વિરત સાધુએ ગમે તે પ્રકારને રેગાકને ઉદય થયેલ હોય તે પણ પિતાને માટે કે અન્યને માટે કદી પણ ઔષધિ આદિને સંગ્રહ કરવો જોઈએ નહીં. મુનિને માટે જે જે ઉપકરણે રાખવાનું આગમમાં વિધાન છે, તે તે ઉપકરણ તેણે શીત, તડકે આદિથી નડતી મુશ્કેલીઓથી બચવા માટે અને સાવદ્યોગ વિરતિરૂપ સત્તર પ્રકારના સંયમની રક્ષા માટે કે રાગદ્વેષ પરિણતિ વિના પિતાની પાસે રાખવાં જોઈએ. તેની દરરોજ યતનાપૂર્વક પ્રમાર્જના આદિ કરીને રાત્રે કે દિવસે તેમને યતનાપૂર્વક મૂકવા તથા લેવા જોઈએ. સૂત્રમાં જે “વાયવુવિરહું આ પદ આવે છે તેને અર્થ આ પ્રમાણે થાય છે–સામાન્ય રીતે જે આહાર ચેતન પર્યાયથી રહિત થઈને અચેતન બની જાય છે તેને વ્યપગત આહાર કહે છે. વિશેષ રૂપે જીવન આદિ ક્રિયાથી જે વિનિગત થાય છે તે ત અહાર કહેવાય છે. ત્યાદિ દ્વારા જે ચેતના પર્યાયથી રહિત થાય છે તે ઐવિત કહેવાય છે. અને જે જીવોના સંબંધથી રહિત થાય છે તે ત્યકત આહાર કહેવાય છે, આ રીતે આ સૂત્ર દ્વારા ચોથી સમિતિની આરાધના પ્રગટ કરવામાં આવી છે તેમ સમજવું જોઈએ છે સૂ. ૪
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૬૩