________________
સુદ્ધારિઘ ના સુવંળો અવરૂ” સારી રીતે આચરવામાં આવેલ આ બ્રહ્મચર્યથીજ મનુષ્ય સુબ્રાહ્મણ-આત્મ જ્ઞાનમાં તત્પર થાય છે, “સુમળા” સુશ્રમણ-સુતપસ્વી-સુદૂસુસાધુ-નિર્વાણુ સાધક, “મુર્જરી”સુષિ–યથાવતું વસ્તુ દર્શક, “સુમુખી” જિન આજ્ઞાને આરાધક, અને “સુસંગસુસંયત પરમ ચેતનામાં પરાયણ થાય છે, તથા “ gવ મઘુ ” તે જ સાચે ભિખુ છે-સર્વત્યાગી અથવા પરમ પુરુષાર્થ સાધક છે, “નો શુદ્ધ ઘેર જરૂ” જે આ બ્રહ્મચર્યને શુદ્ધ રીતે પાળે છે.
ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્રદ્વારા બ્રહ્મચર્યના ગુણ ગૌરવનું જ વર્ણન કર્યું છે. તેઓ કહે છે કે આ એક બ્રહ્મચર્ય વ્રતનું પૂર્ણ સ્વરૂપે આરાધના કરવામાં આવે તે સત્ય, શીલ આદિ જેટલા સદ્ગણે છે તેમનું આરાધન આપોઆપ થઈ જાય છે. આ બ્રહ્મચર્ય પાંચ મહાવ્રતોનું મૂળ કારણ છે. તેથી સાધુએ જીવનપર્યન્ત તેનું સેવન કરવું જોઈએ. જે રીતે મૂળ વિના કોઈ પણ વસ્તુની સ્થિરતા સંભવી શકતી નથી, એ જ રીતે આ એક વ્રતને અભાવ હોય તે બીજા કેઈ વ્રત કે સદ્દગુણની સ્થિરતા અને શભા સંભવતી નથી. ઈત્યાદિ રીતે આ સૂત્રમાં બ્રહ્મચર્ય વ્રતનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. જે સૂ. ૩
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૩૨