SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ જે નવ પ્રકારે શુદ્ધ બ્રહ્મચર્ય વ્રતને આરાધક હોય છે તેને માટે સાપ હાર જેવો બની જાય છે અને વિષ પણ અમૃત જેવું થઈ જાય છે. બ્રહ્મચર્યને જ આ પ્રભાવ છે કે શત્રુ પણ મિત્ર બની જાય છે, સવરપુરમહોણિતિર્થ ” સઘળાં સમુદ્રોમાં અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર એક ઘણે વિશાળ સમુદ્ર છે-તેના જે વિશાળ હોવાથી સંસાર પણ એક મહાસાગર જે છે, તેને પાર જવાને માટે આ બ્રહ્મચર્ય એ એક નૌકા જેવું છે કે ૧ છે “ તિરહિં મસિ ” તીર્થકર ભગવાને તેના પાલન માટે ગુપ્તિ આદિ ઉપાય બતાવ્યા છે. “વરાતિરિજીવિકાચમાં તેના પ્રભાવથી નરકગતિ અને તિર્યંચ ગતિનો માર્ગ અટકી જાય છે. “સાવિત્ત મુનિવિસારું” અને તેને જ પ્રભાવ સૌને પવિત્ર અને સારભૂત બનાવી દે છે, એટલે કે આ વ્રત સઘળાં વ્રતોને પવિત્ર દઢ કરનારું છે. “દ્ધિવિમાનવંજુવાર ” તથા મેક્ષ ગતિનું અને અનુત્તર વિમાનનું દ્વાર તેનાથી ઉઘડી જાય છે એટલે સ્વર્ગ અને અપવર્ગનાં દ્વારનું તે ઉદ્ધાટન કરનાર છે-ઉઘાડનાર છે મારા “રેવનનિસિપુ” ભવનપતિ આદિ દેવ અને ચકવત આદિ નરેન્દ્રો પણ જેમને નમન કરે છે એવા મહાપુરુષોને તે પૂજનીય અને આદરણીય છે. તથા વં જ્ઞાનમંww” તે ત્રણે લોકમાં ઉત્તમ અને મગળકારી માર્ગ છે, તથા “દુ”િ દેવ અને દાન દ્વારા પણ તે પરાજિત થાય એવું નથી, “Tળનાથi” જ્ઞાનાદિ સદ્ગુણોને તે પ્રાપ્ત કરાવનાર છે. “U ” તે પ્રધાન -શ્રેષ્ટ-અનુપમ છે. “મોક્ષપાત હિંસામૂવં” અને મોક્ષમાર્ગનું તે શિરે ભૂષણ રૂપ છે કે ૩ છે શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૩૧
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy