________________
સુધી વૈયાવૃત્યનાં ચૌદ સ્થાને થાય છે, તે તે બધાં વૈયાવૃત્યનાં સ્થાન હોવાથી વિયાવૃત્ય પણ ચૌદ પ્રકારનાં થવાં જોઈએ. છતાં અહીં તેનાં દસ પ્રકાર બતા
વ્યા છે તે તે કથન શું પરસ્પરમાં વિરોધાભાસ દર્શાવતું નથી? અવશ્ય વિધાભાસ દર્શાવે છે.
ઉત્તર---શંકા બરાબર છે પણ વિચાર કરતાં તેનું સારી રીતે સમાધાન થઈ જાય છે. વૈયાવૃત્યનાં એ દશ પ્રકારનાં જ સ્થાન વ્યાખ્યા પ્રતિ (શ. ૨૫ ઉ-૭) વ્યવહારસૂત્ર (ઉ-૧૦) આદિ આગમમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. તેમના માંજ તેમનાથી બાહ્ય ભેદોને સમાવેશ થઈ જાય છે. જેમ કે જે સાધુ અત્યંત બાલ અને દુબળ છે તે બંનેનો સમાવેશ ગ્લાન સાધુઓમાં થઈ જાય છે, કારણ કે તેઓ તેમના જેવાં જ હોય છે તેથી તેમને પાઠ તેમની સાથે રાખ્યો છે જેમ ગ્લાન સાધુ આહાર પાણી આદિ લાવવાને અસમર્થ હોય છે તેમ તેઓ પણ અસમર્થ છે. એજ રીતે તેની વચ્ચે પરસ્પરમાં સમાનતા આવવાથી તે બંનેને સમાવેશ “ગ્લાન” માં થઈ જાય છે, એ જ રીતે જે ક્ષપક અને પ્રવર્તક છે તેમને સમાવેશ આચાર્યમાં કરી દેવાય છે. જેમ આચાર્ય પ્રવચનના પ્રભાવક હોય છે તેમ તેઓ બંને પણ હોય છે, તથા તેમના જેવા તેઓ પ્રભાવક હોવાથી પરસ્પરમાં તે બાબતની સમાનતા આવી જાય છે. એ જ વાત પ્રગટ કરવાને માટે સૂત્રકારે તે બંનેનો પાઠ આચાર્ય સાથે કર્યા છે. આ રીતે વિચાર કરતાં વૈયાવૃત્યનાં દસ પ્રકારનાં જ સ્થાન સિદ્ધ થાય છે, તેથી તેમના ભેદને કારણે વૈયાવૃત્યમાં દશ વિધતાનું કથન વિરૂદ્ધ પડતું નથી એમ સમજવું જોઈએ.
તથા- જે “ચ” આ પદનું વ્યાખ્યાન “વત્યાનાં અર્થ પ્રોઝનમ્ ચા લઃ વૈદ્યાર્થ” ચિત્ય જિન પ્રતિમાં છે. તેનું પ્રયોજન જેને છે એવો સાધુ એવું જે કહે છે. તેમનું તે કથન બ્રાન્તિમૂલક છે. કારણ કે જિન પ્રતિમાનું વિયાવૃત્ય કરવાનું વિધાન નથી. જે આ વિધાન માની લેવામાં આવે તે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ આદિ આગમમાં વિચાવૃત્યનાં જે પૂર્વોક્ત દસ ભેદ બતાવ્યા છે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૦૪