________________
તે એક માત્ર અપરિગ્રહત્વને સિદ્ધાંત જ છે. તેમાં આંતરિક તથા બાહ્ય એ બન્ને પ્રકારના પરિગ્રહને સિદ્ધાન્તિક દૃષ્ટિએ પરિત્યાગ થાય છે. સાધુની પાસે નિગ્રન્થ મુનિની પાસે આ બન્ને પ્રકારના પરિગ્રહને અભાવ હોય છે. બાહ્ય રીતે જોતાં તેમની પાસે જે કંઇ હોય છે તે બધું સંયમ ધર્મોપકરણ છે, પરિગ્રહ નથી, સૂત્રકારે એ જ વાત સાધુને માટે આ ત્રીજા સંવરદ્વારમાં સમ જાવી છે. આગળના અધ્યયનમાં બીજા અધ્યયનમાં મૃષાવાદને નવ પ્રકારે ત્યાગ કરવાનું સાધુઓને જે કહેવામાં આવ્યું છે તેનું અંતરંગ તથા બહિરંગ પરિ. ગ્રહને ત્યાગ ન થાય ત્યાં સુધી પાલન થઈ શકતું નથી. અપરિમિત-અનંત તૃષ્ણાઓ પર અંકુશ રાખનાર આ એક અપરિગ્રહતા જ છે. આ અપરિગ્રહતા જ, મન, વચન અને કાયાથી અન્યનું દ્રવ્ય પડાવી લેવાની પ્રવૃત્તિ પર બ્રેક (અંકુશ) નું કામ કરે છે. આ અપરિગ્રહતાની છત્રછાયામાં રહેતે સાધુ નવાં કર્મોનાં બંધથી રહિત બની જાય છે તથા સૌને માટે વિશ્વાસપાત્ર બની જાય છે. તેને કેઈને પણ કોઈ પણ પ્રકારને ભય રહેતો નથી. ગ્રામ, આકર આદિ કોઈ પણ સ્થાનમાં ભૂલથી રહેલી, પડી રહેલી, મૂકી રાખેલી કઈ પણ પ્રકારની વસ્તુ તે પોતે લેતા નથી કે લેવાનું બીજાને કહેતા નથી. આ વ્રતને લીધે સાધુને આત્મા સમસ્ત વસ્તુઓમાં અસારતાનું દર્શન કરી લેવાથી સેનું અને માટીના ઢેફાને સમાન ભાવે જેનાર બની જાય છે કે સૂટ ૧ |
સૂત્રકાર ફરીથી મુનિજનનાં કર્તવ્યો જ દર્શાવે છે-“કંપ ૨” ઈત્યાદિ ટીકાઈ––“લંપિ હોન્ના િવકાલં જે કોઈ પણ દ્રવ્ય હોય, ભલે તે “વત્તા » ખળામાં પડવું હોય ભલે “વત્તા ” તે ખેતરમાં પડયું હોય, “મંતરાચં વા” જંગલની અંદર પડ્યું હોય. “ જિ” ગમે તે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર