________________
મહાવીરે કરેલ છે અને “સુવિચ” તેમણે તેને આ પ્રમાણે જ ઉપદેશ દેવ, મનુષ્ય અને અસો સહિતની પરિષદમાં આખ્યા છે. પત્થ” આ દ્વિતીય સંવરદ્વાર સઘળા પ્રાણીઓનું હિત કરનાર હોવાથી પ્રશસ્ત-મંગળમય છે. “વી સંવરવાર સમજું ” આ બીજું સંવરદ્વાર સમાપ્ત થયું “રિવેશિ” હે જંબૂ ! મેં જેવું મહાવીર પ્રભુના મુખેથી સાંભળ્યું છે, મારી તરફથી તેમાં કલ્પિત કાંઈ પણ ઉમેરીને તે કહેવાયું નથી.
ભાવાર્થ-બીજા સંવરદ્વારનો ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે-સત્ય મહાવ્રત નામના બીજા સંવરદ્વારનું જે મુનિજન ઉપરોકત પાંચ ભાવનાઓનું જીવન પર્યત દૃઢતાપૂર્વક પાલન કરે છે, તેના પ્રમાણે પિતાની કર ચરણ આદિની પ્રવૃત્તિ કર્યા કરે છે તેમને અશુભ અધ્યવસાય અટકી જાય છે, તેમને નવાં કર્મોને બંધ બંધાતો નથી, તેના પ્રભાવથી તેમને પાપોનો સ્ત્રોત અટકી જાય છે, તેથી તે અપરિસાવી આદિ વિશેષણોવાળું છે. ત્રિકાલવર્તી સમસ્ત અરિહંત ભગવાને તેનું પોતે પાલન કર્યું છે, અને તેના પાલનને પરિ પદમાં જેને ઉપદેશ આપે છે ભગવાન મહાવીરે પણ તેમના પ્રમાણે જ આ બીજા સંવરદ્વારની પ્રશંસા કરી છે અને જાતે પણ તેનું પાલન કર્યું છે તેથી તે મંગળમય છે, નિર્દોષ છે, બાધારહિત છે, તેને ધારણ કરીને પ્રત્યેક સંજ્ઞી પર્યાપ્તિ પંચેન્દ્રિય મનુષ્ય પિતાનું જીવન સફળ બનાવવું જોઈએ. આ પ્રમાણે શ્રી સુધર્માસ્વામીએ જંબુસ્વામીને કહ્યું સૂત્ર ૯
છે બીજું સંવરદ્વાર સમાપ્ત
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૯૪