________________
વાતચીત થઈ છે તેને સૂત્રકાર પ્રગટ કરે છે–“નરૂm મંતે !ઈત્યાદિ.
' હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીર, કે જેમણે સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરી લીધું છે, તેમણે અનુત્તરપપાતિક દશાંગ નામના નવમા અંગને જે આ પ્રમાણે અર્થ પ્રરૂપિત કર્યો છે, તે તે સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરેલ શ્રમણ ભગવાન મહાવીરે પ્રશ્નવ્યાકરણ નામના દસમાં અંગને યે અર્થ નિરૂપિત કર્યો છે? તે પ્રશ્નનો ઉત્તર આપતા સુધર્મા સ્વામીએ તેમને આ પ્રમાણે કહ્યું–હે જંબૂ ! તમારા પ્રશ્નને જવાબ આ પ્રમાણે છે––સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરેલ શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રશ્નવ્યાકરણરૂપ દસમાં અંગનાં બે દ્વાર પ્રરૂપિત કર્યા છે, તેમાં પહેલું આસવ દ્વાર છે અને બીજું સંવર દ્વાર છે. “હે ભદન્ત! સિદ્ધિગતિને પ્રાપ્ત કરેલ શ્રમણ ભગવાન મહાવીરે કેટલાં અધ્યયન પ્રરૂપિત કર્યા છે ?” આ પ્રમાણે જંબુસ્વામી વડે પૂછવામાં આવતા સુધર્માસ્વામીએ તેમને કહ્યું– હે જ બૂ! સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલ શ્રમણ ભગવાન મહાવીરે પ્રથમ દ્વારના પાંચ અધ્યયન પ્રરૂપિત કર્યા છે.”
આસ્રવ ઔર સંવર કે લક્ષણો કા નિરૂપણ
પ્રશ્ન–“બીજાં દ્વારનાં કેટલાં અધ્યયન પ્રરૂપિત કર્યા છે?”
ઉત્તર–-એટલાં જ અધ્યયન બીજા દ્વારા પણ પ્રરૂપિત કર્યા છે. ” જ બૂસ્વામીએ ફરીથી સુધર્માસ્વામીને પૂછ્યું કે-હે ભદન્ત ! સિદ્ધિગતિ નામના રથાનને પામેલ શ્રમણ ભગવાન મહાવીરે તે આસ્ત્ર અને સંવર સંબંધી અધ્યયને અર્થ કે પ્રરૂપિત કર્યો છે? આ પ્રમાણે અણગાર જ બુસ્વામી
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર