________________
આ પ્રશ્નવ્યાકરણમાં પાંચ આસવ અને પાંચ સંવર વિષેનાં દસ અધ્યયન છે, તેથી તેના બે ભાગ પાડવામાં આવ્યા છે. આસ્રવા બંધના કારણરૂપ હોવાથી આસવાનું વર્ણન પહેલા ભાગમાં કરવામાં આવ્યું છે, અને સંવર આસવના પરિત્યાગને માટે ઉપાયરૂપ હોવાથી તેમનુ વર્ણન આસ્રવન વર્ણન પછી બીજા ભાગમાં કરેલ છે. ગમે તેવા બુદ્ધિશાળી માણસ હોય પણ જો તે દુઃખના સ્વરૂપથી અજાણ રહે તે તેને પરહાર કરવાના ઉપાયરૂપ માની પ્રાપ્તિ તે કરી શકતા નથી. તથા જેમ જ્વર આદિ રોગામાં તેનું પૂર્ણ નિદાન કર્યા વિના તેનું શમન કરવાના ઉપાય જડતા નથી તેમ આસ્રવતત્ત્વનું પરિજ્ઞાન જ્યાંસુધી જીવને થાય નહીં, ત્યાંસુધી તેમને રોકનાર-તેમના નિરોધક-સ’વરરૂપ માને જાણવાની જિજ્ઞાસા તેનામાં ઉત્પન્ન થઈ શકતી નથી. તેથી સૌથી પહેલાં ઉદ્દેશપ્રાપ્ત પાંચ આસ્રવેાના નામ સૂત્રકાર પ્રગટ કરે છે. તેમનુ સ્વરૂપ આગળ જતાં વિસ્તારથી સ્પષ્ટ કરવામાં આવશે. તે પાંચ આસ્રવામાં પણ સૂત્રકાર સૌથી પહેલાં હિસારૂપ આસ્રવનું નિરૂપણ કર્યુ છે તેનું કારણ એ છે કે હિંસા સિવાય મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ, એ જે આસવ દ્વાર છે, તેમના વડે હિંસા જ ઉત્પન્ન થાય છે. તે કારણે તે હિંસામાં પ્રધાનતા આવવાથી, સૂત્રકાર સૌથી પહેલાં એજ હિંસારૂપ આસ્રવદ્વારનું નિરૂપણ કરે છે-“નવૂ ળમો’ઇત્યાદિ આ સૂત્રના સંબંધને માટે તેમાં તેનું વાળ” ઈત્યાદિ ઉત્પ્રેષક વાકયના સ'ખ'ધ એડી દેવા જોઇએ. એટલે કે તે કાળે અને તે સમયે ચપા નામની એક નગરી હતી. કાણિક રાજા ત્યાંના રાજા હતા. તેમની રાણીનુ નામ ધારિણી દેવી હતું. તી કર પર પરાનુસાર વિહાર કરતાં કરતાં ત્યાં સુધર્માંસ્વામીનું આગમન થયું. ઈત્યાદિ પ્રકારનું આખું વન જેમ ઔપપાતિક સૂત્રમાં કરાયુ છે તે પ્રમાણે સમજી લેવું અને તેને “સઁધૂ ળમો ” આ સૂત્રના સબંધને માટે અહી જોડી દેવુ જોઇએ. સુધર્માસ્વામી અને જમ્મૂસ્વામીનું વર્ણન જ્ઞાતાસૂત્રના પહેલા અધ્યયનમાં કરેલ છે. તે તે પણ ત્યાંથી સમજી લેવુ' જોઈ એ. હવે જ ખૂસ્વામી અને સુધર્માસ્વામી વચ્ચે આ પ્રશ્નવ્યાકરણસૂત્રને વિષે જે પ્રશ્નોત્તરરૂપે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૫