________________
(પ્રાપ્યો હતો. તે વાત “હે વિનં gogવાર થી લઈને “રે તે પvganળા સુધીના આ નંદીસૂત્રના પાઠથી સિદ્ધ થાય છે. ત્યારબાદ સ્થાનાંગસૂત્રના વાચનકાળમાં પિસ્તાળીશ અધ્યયનમાંથી ફક્ત દસ જ ઉપલબ્ધ હતાં. તે વાતનું સ્થાનાંગસૂત્રના આ પાઠથી પ્રતિપાદન થાય છે-“Twાવાળા હર માં gછત્તા સંગા” ઈત્યાદિ. પણ અત્યારે તે ઉપમા, સંખ્યા, ઋષિભાસિત, આચાર્ય. ભાસિત, મહાવીરભાસિત આદિ દશ અધ્યયન પણ ઉપલબ્ધ નથી, કારણકે તેને વિચ્છેદ થઈ ગયું છે. તેથી પાંચ આસવ અને પાંચ સંવર સંબંધી આ દશ અધ્યયનો જ ઉપલબ્ધ છે.
અનુત્તરપપાતિકસૂત્ર નામનું જે નવમું અંગ છે તેમાં એવું વર્ણન કરવામાં આવેલ છે કે તપ સંયમની આરાધના કરનાર જીવ સૌધર્મ આદિદેવલોકોમાં ઉત્પન્ન થાય છે, તથા જે ઉત્કૃષ્ટ તપ સંયમની આરાધના કરે છે તેઓ એ જ ભવમાં મોક્ષને પ્રાપ્ત કરે છે, પણ જેનું આયુષ્ય સાતલવ પરિમિત છે, હીન છે, તેઓ કર્મોને ક્ષય કરી શકતાં નથી. તેથી કર્મક્ષયને અભાવે તેઓ વિજયાદિક વિમાનમાં ઉત્પન્ન થાય છે.
ઉત્કૃષ્ટ તપ સંયમની આરાધનાથી સંયમશાળી જીવેને અંગુષ્ઠ વિદ્યા. દર્પણ વિદ્યા આદિ વિદ્યા પ્રાપ્ત થાય છે. તેમની મદદથી તે પ્રતિવાદીઓના પ્રશ્નોના ઉત્તર આપે છે. તેમની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) આ સમયમાં તેમને વિચ્છેદ થઈ જવાથી થઈ શકતી નથી. હાલમાં તે પાંચ આસવ અને પાંચ સંવરનું પ્રતિપાદન કરનાર ફક્ત આ પ્રશ્નવ્યાકરણ જ ઉપલબ્ધ થઈ શકે છે. પાંચ આસવ અને પાચ સંવરનું જ્ઞાન થયા વિના ઉત્કૃષ્ટ તપ સંયમની આરાધના થઈ શક્તી નથી. તે કારણે આસવ અને સવરના સ્વરૂપનું નિરૂપણ કરનાર આ પ્રશ્નવ્યાકરણનું નિરૂપણ કરવામાં આવે છે. એ જ નવમાં અંગ સાથે તેને સંબંધ છે.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર