________________
સાધન તરીકે યેગ્ય છે. નહીં તે મોક્ષની પ્રાપ્તિ થશે નહીં અને એમ થવાથી સુખની પ્રાપ્તિ ઘણી મુશ્કેલ બની જશે. જ્ઞાન હોય તો જ ઈષ્ટ અને અનિષ્ટ પદાર્થોને ઉપાદાન-(ગ્રહણ) અને ત્યાગ કરવા બાબતમાં જીવેની બુદ્ધિ કામ કરી શકે છે, જ્ઞાન ન હોય તો નહીં. ત્યારે તે (તે જ્ઞાનના અભાવે) ફક્ત આસ
માં જ રોકટોક વિના પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. તે કારણે જ્ઞાનને અત્યંત આદરણીય બતાવ્યું છે. એવું તે જ્ઞાન સ્વ અને પરનું ઉપકારક હોવાથી અહીં શ્રુતરૂપે ગ્રહણ કરવામાં આવેલ છે. અહીં પ્રશ્નવ્યાકરણ જ તે શ્રુતજ્ઞાન છે.
શંકા-શાસ્ત્રની શરૂઆતમાં, મધ્યમાં, અને અસ્તે કરવામાં આવેલ મંગળાચરણ નિવિદને તેની પરિસમાપ્તિને માટે હોય છે. તથા જે તે શાસ્ત્રનું અધ્યયન કરનાર હોય છે તેઓ તે શાસ્ત્રની ધારણાથી સુશોભિત રહ્યા કરે છે, અને એ રીતે તે શાસ્ત્ર શિષ્યોપશિષ્યની પરંપરા સુધી પહોંચે છે. તથા શાસ્ત્રના આરંભમાં, મધ્યમાં અને અને મંગળાચરણ કરવું તે શિષ્ટ પુરુષને આચાર પણ છે. છતાં પણ સૂત્રકારે આ સૂત્રમાં મંગળાચરણ કેમ કર્યું નથી?
ઉત્તર–આ પ્રકારની આશંકા યંગ્ય નથી, કારણ કે ભગવાન દ્વારા કહેવામાં આવેલ આ શાસ્ત્ર જ સાક્ષાત્ મંગળસ્વરૂપ છે, તેથી તે પોતે જ મંગળરૂપ છે. તેથી સ્વયં મંગળરૂપ બનેલ શાસ્ત્રમાં મંગળરૂપતા હોવાથી શાસ્ત્રકારે તેને સૂત્રરૂપે બાંધવાની અપેક્ષાએ મંગળાચરણ કર્યું જ છે. વળી સાંભળે શાસ્ત્રકારે આ શાસ્ત્રમાં “સંપૂ રૂમો આ પ્રમાણે ભગવાનના આમંત્રણથી આદિ મંગળ, પ્રથમ સંવરદ્વારમાં ભગવતી અહિંસાના વર્ણનરૂપ મધ્યમંગળ, અને “નાચત્તા વીરેન માવા પચાસ” અન્તમાં એ પ્રકારનાં કથનથી અંત્યમંગળ કર્યું છે, એમ સમજી લેવું. હવે આ વિષયમાં વધુ કહેવાથી શું લાભ?
શંકા–“પ્રશ્નવ્યાકરણ”ને શબ્દાર્થ શું છે?
ઉત્તર--અંગુષ્ઠ આદિ વિદ્યાઓનું નામ પ્રશ્ન છે. તે પ્રશ્નોનું આ સૂત્રમાં વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેથી તેનું નામ પ્રશ્નવ્યાકરણ પડ્યું છે. તેમાં ૧૦૮ પ્રશ્ન, ૧૦૮ અપ્રશ્ન, અને ૧૦૮ પ્રશ્નાપ્રશ્ન છે. જે વિદ્યાઓ અથવા મંત્ર, પૂછવામાં આવતાં શુભ અને અશુભનું કથન કરે છે, તેમને પ્રશ્ન કહે છે. પૂછળ્યા વિના જ શુભ અને અશુભ બતાવનારને અપ્રશ્ન કહે છે. તથા જે મિશ્રરૂપે–પૂછવામાં આવતાં શુભ અને અશુભ બનેને પ્રગટ કરે છે તે પ્રશ્નાપ્રશ્ન કહેવાય છે. એ જ રીતે બીજા પણ નાગકુમાર, સુપર્ણકુમાર તથા અન્ય ભવનપતિઓની સાથે, સાધુઓના ઘણા સંવાદ આ સૂત્રમાં બતાવવામાં આવ્યા છે.
નંદીસૂત્રના વાચનકાળમાં પ્રશ્નવ્યાકરણમાં પિસ્તાળીશ અધ્યયન સમુપલબ્ધ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર