________________
વડે પૂછાતાં સ્થવિર આર્યસુધર્માએ તે જંબૂ અણગારને કહ્યું-“જૂ ફળનો ઈત્યાદિ.
ટીકાર્થ–આ સૂત્રમાં “ગંગૂં પદ સંબોધન અર્થમાં વપરાયું છે. તેથી એ લક્ષિત થાય છે કે સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે “કંબૂ ફળો” હે જંબૂ! આ નીચે પ્રમાણેનું પ્રશ્નવ્યાકરણરૂપ શાસ્ત્ર
વોરા”િ તમને કહીશ. “ગોચરવિંછિયં” આ શાસ્ત્રમાં આસ્રવ અને સંવરદ્વારના નિર્ણય તેમનાં લક્ષણે અને ભેદાદિના કથનપૂર્વક કરવામાં આવ્યા છે. “વિનિર્થિ ” પદનો અર્થ વિશેષરૂપે નિર્ણિત કરે; તથા આસવને અર્થ કર્મબંધના કારણરૂપ પ્રાણાતિપાતાદિક થાય છે. તેમના દ્વારા જ આત્મારૂપી તળાવમાં જળ સમાન કર્મોનું આગમન થયા કરે છે. જેમ તળાવમાં પાણી આવવા માટે નાળાં હોય છે, તે જ પ્રમાણે આત્મામાં પણ પ્રાણાતિપાત આદિપ નાળા દ્વારા જ્ઞાનાવરણીય આદિ કર્મરૂપ જળનું આગમન થતું રહે છે. અથવા આવવું તે આઅવે છે. તે આસવ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારને બતાવ્યું છે. પાણીમાં પડેલી નૌકામાં છિદ્રો દ્વારા જે જળનું આગમન થાય છે તે દ્રવ્યાસવ છે. પ્રાણાતિપાત આદિ અશુભ ક્રિયાઓ દ્વારા આત્મામાં જે કર્મોના આગમન થાય છે તે ભાવાસ્ટિવ છે. તેનું તાત્પર્ય એટલું જ છે કે સંસારરૂપી સાગરની અંદર આ આત્મારૂપી નાવમાં પ્રાણાતિપાત આદિ છિદ્રો દ્વારા કમરૂપી જળનું જે આગમન થયા કરે છે તેને આસ્રવ કહે છે કર્માગમનના કારણરૂપ તે પ્રાણાતિપાત આદિ પાંચ પ્રકારના આસ્રવ છે. કમરૂપ જળ જે કિયાઓથી આત્મારૂપ સરોવરમાં પ્રવેશ પામતું અટકે છે તે ક્રિયાઓને સંવર કહે છે પ્રાણાતિપાત આદિ કિયાઓનું વિરમણ થવું એ જ કર્મોને રોકવાના ઉપાયભૂત સંવર છે, અથવા સંવર એટલે રેકવું. તે સંવર પણ દ્રવ્ય અને ભાવની અપે. ક્ષાએ બે પ્રકારનો છે. પાણીમાં તરતી નૌકાના જે છિદ્રોમાંથી પાણી પ્રવેશ કરતા હોય તે છિદ્રોને ચીકણી માટે આદિથી બંધ કરી દેવા તે દ્રવ્યની અપેક્ષાએ સંવર છે, તથા પ્રાણાતિપાત વિરમણ આદિ ઉપાયોથી આત્મામાં પ્રવેશ કરતાં કમેને રોકી લેવાં તે ભાવની અપેક્ષાએ સંવર છે. તે સંવર પણ પ્રાણાતિપાત
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર