________________
રૂપ તે વિચાર દ્વિપત્રિત સમાન થઈ ગયા. તે પછી “કલ્પિત” અર્થાત્ “એને એજ પ્રકારે કરીશ” આવા વ્યવસ્થા–યુક્ત કાર્યને આકાર થી પરિણત તેજ વિચાર પલવિત સમાન થઈ ગયા. તે પછી “પ્રાર્થિત” અર્થાત્ ઈષ્ટ રૂપથી સ્વીકાર કરેલ તે વિચાર પુષ્પિત સમાન થઈ ગયા, પછી “મને ગત સંક૯૫” અર્થાત્ “મહને એમજ કરવું જોઈયે” આ દઢ-નિશ્ચય-રૂપ વિચાર ફલિત વૃક્ષ સમાન થઈ ગયા.
ધન્નાઅણગારે તે ઉપજેલ વિચારનું ચિન્તન કર્યું, નિશ્ચય કર્યો, સ્વીકાર કર્યો, તથા તેને નિશ્ચય–પૂર્વક કરવાનો સંકલ્પ કર્યો, સ્કન્દક-રાષિની માફક ધન્યકુમાર અણગાર વિચાર કરે છે. હું આ ઉગ્રતપથી શુષ્કરૂક્ષ તેમજ રકતમાંસ–રહિત થઈ ગ છું, કેવળ હાડકાં, નસેથી તથા ચમથી બાંધેલ શરીર રહી ગયું છે, ચાલતાં કડકડ અવાજ થાય છે. હું સર્વથા નિર્બલ તેમજ કૃશ થઈ ગયે છું, આત્મશકિતથીજ ગમનાગમન કરું છું, પણ શરીર–બળથી નહીં, બેલતી વખતે અત્યન્ત ખેદિત થાઉં છું, લાકડાથી ભરેલી ગાડી સમાન, સુકેલ પાંદડાની ભરેલી ગાડી સમાન, એરડાના સુકા લાકડાથી ભરેલ ગાડી સમાન ચાલતાં-ફરતાં આખું શરીર કડકડ અવાજ કરે છે, એટલે જ્યાં સુધી સ્ટારમાં સ્વયં ઉઠવું–બેસવું આદિ પુરૂષાકાર–પરાક્રમ છે તથા જ્યાં સુધી મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીર વિચરી રહ્યા છે. ત્યાં સુધી મારાં માટે એજ શ્રેય છે કે હું પ્રાત:કાળે સૂર્યોદય થતાં ભગવાનને વન્દન નમસ્કાર કરી તેમની આજ્ઞાથી આત્મ-કલ્યાણ માટે ફરીથી મહાવ્રતને ધારણ કરી આલેચનાનિન્દના–પૂર્વક સમસ્ત જીવરાશિથી ક્ષમા યાચના કરી તથારૂપ બહુશ્રુત-સ્થવિરેની
સાથે વિપુલાચલ પર્વત ઉપર જાઉં ત્યાં પૃથ્વીશિલાપટ્ટનું પ્રતિલેખન કરી તથા દર્ભસંથારક ઉપર બેસી સંખના વડે સર્વે આહારેને ત્યાગ કરી જીવનમરણની અભિલાષા ન કરતાં પાદપિ ગમન સંથારે કરીને રહું.
એ રીતે વિચારી સવારે શ્રમણ ભગવાન મહાવીરની સેવામાં ઉપસ્થિત થયા, તેઓને વન્દન–નમસ્કાર કરી તેમની સામે પિતાની હાર્દિક–અભિલાષા પ્રગટ કરી, ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરી તે સ્થવિરેની સાથે વિપુલાચલ પર્વત ઉપર ગયા, તથા પહેલાં ચિન્તવેલ વિચાર અનુસારે તેમણે પાદપપગમન સંથારે ધારણ કર્યો, તે સંથારે એક માસને થે.
એ રાતે નવમાસપર્યન્ત સંયમ પાલન કરી સમાધિ-મરણે મરી ચંદ્રક ઉપર બાર દેવલોક તથા નવરૈવેયક વિમાનને ઓળંગી સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં દેવતારૂપે ઉત્પન્ન થયા.
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર