________________
ધન્યકુમાર અણગારને દિવંગત થયા જાણી સાથે રહેનાર સ્થવિરેએ પરફેકગમન–હેતુક કાર્યોત્સર્ગ કર્યો. પછી તેમનાં વસ્ત્ર–પાત્ર આદિ ઉપકરણ લઈ વિપુલાચલ પર્વત પરથી નીચે ઉતર્યા, અને ભગવાન પાસે આવી એ પ્રમાણે છેલ્યા, હે ભગવન્ ધન્યનામા અણગારના આ વસ્ત્ર પાત્ર આદિ ઉપકરણ છે ( સૂ૦ ૪૦ )
ધન્યનામાણગાર કા ભવાન્તર વિષયમેં પ્રશ્નોત્તર
હવે ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે“મંત્તિ” ઈત્યાદિ.
હે ભગવન્! ભદ્ર પ્રકૃતિવાળા ધન્યનામા અણગાર સમાધિપૂર્વક કાળ કરીને કયાં ઉત્પન્ન થયા?
ભગવાને ફરમાવ્યું- હે ગૌતમ ! સરલ–સ્વભાવી તથા સરળ-હૃદયી ધન્યનામા અણગાર સમાધિપૂર્વક કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયો છે.
ફરી ગૌતમસ્વામીએ પૂછયું–હે ભગવન્ ! સર્વાર્થસિદ્ધમાં ધન્યનામના દેવની કેટલી સ્થિતિ થશે? ભગવાને ફરમાવ્યું- હે ગીતમ! ધન્યકુમાર દેવની ત્યાં તેત્રીસ સાગરેપમની સ્થિતિ છે.
ગૌતમ સ્વામી બેલ્યા–હે ભગવન! ધન્યનામા દેવ ત્યાંથી આવી કયાં જશે? કયાં ઉત્પન્ન થશે?
ભગવાને ફરમાવ્યું–હે ગૌતમ! તે ધન્યનામા દેવ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ પિતાના સમસ્ત કર્મોને ક્ષય કરી સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે, તથા પરમપદ નિર્વાણને પ્રાપ્ત કરી સર્વ દુઃખને અન્ત કરશે.
અધ્યયનને ઉપસંહાર કરતા થકા શ્રી સુધર્માસ્વામી જંબૂ સ્વામીને કહે છે-હે જંબૂ! શ્રમણભગવાન મહાવીરે ત્રીજા વર્ગના પ્રથમ અધ્યયનના આ અર્થ કહ્યા છે. (સૂ) ૮૧)
અનુત્તરપપાતિકદશાંગ-સૂત્રની “અર્થબોધિની”
નામક ટીકાના ગુજરાતી અનુવાદના ત્રીજા વર્ગનું પ્રથમ અધ્યયન સમાપ્ત
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
૪૪