________________
નિષ્કપટ કેમળ હૃદય થકી, સકળ કમ વિદારતા, જે ચરણ કરણ સકત ને વળી સુગુપ્તિને પણ ધારતા, જે સમિતિ ધારી છે સદા, ઉજજવળ પ્રતાપી સબળ હો, જય હજે અણગાર એવા ધન્ય મુનિવર તણો. ૭ છે દુધ જેણે નષ્ટ કરી સુધ સમ્યક્ ધારતા, સમભાવી શાંત પ્રસન્નમુખ, વળી સિદ્ધમાર્ગ પ્રકાશતા, વિહાર કરતા ઉગ્ર જેઓ સ્વામિ વિર્ય એક સારને, જય હજે અણગાર એવા ધન્ય મુનિવર તણો. | ૮ છે ધરી જીવ રક્ષા કારણે મુખવસ્તિકા દેરા છતી, સંયમ તપસ્યા સાથે જેણે ધીરતા ધારી હતી, એ ધન્ય મુનિના પદકમળમાં શીર્ષ મારૂં નત કરી, માર્ગ યાચું પ્રકાશનો, જિન ભાષિત હૈયે ધરી. . ૯
છેઈતિ ધન્યનામાં અણગારને અષ્ટક સપૂર્ણ છે એ પ્રમાણે સ્તુતિ તથા વન્દન નમસ્કાર કરી રાજા શ્રેણિક ભગવાનની પાસે આવ્યા પ્રસન્ન–મુખ થઈ તે ભગવાનને નમસ્કાર કરી બોલ્યા–હે ભગવન્! જે પ્રકારે આપે કહ્યું હતું, તે પ્રકારે જ મેં ધન્યનામના અણગારને જોયા છે. એ રીતે ધન્યકુમાર અણગારની ઘણી ઘણી પ્રશંસા કરતા થકા ભગવાનને ત્રણવાર પ્રદક્ષિણ પૂર્વક વન્દન નમસ્કાર કરી જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ગયા. (સૂ૦ ૩૯)
ધન્યનામાણગાર કા સંસ્તારકકા વર્ણન | ધન્યનામાણગાર કો દેવલોકગમન કા વર્ણન
તપની આરાધના કર્યા પછી અણગારે શું કર્યું ?, તે બતાવે છે– તy m તસ' ઇત્યાદિ.
તે પછી એક સમયે રાત્રિના અપર-ભાગ (ચોથા પહોર ) માં ધર્મ જાગરણ કરતા થકા તે ધન્યકુમાર અણગારના હૃદયમાં આ પ્રકારે વૃક્ષાંકુર સમાન “આધ્યાત્મિક અર્થાત્ આત્મવિષયક વિચાર અંકુરિત થયા. ફરી “ચિન્તિત” અર્થાત્ વારંવાર સ્મરણ
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર