________________
ધન્યનામાણગાર કી સ્તુતિ
અથ ધન્યનામા અણગરનું અષ્ટક આદરી છઠ છઠ તપસ્યા, સર્વ કાલે વિહરતા, કરી પારણે આંબેલ રસહીન, શાંત મૂર્તિ વિચરતા, દઢ ભાવથી તપ ઉદ્યમી, શુભ ભાવનામાં મગ્ન હે, જય હો અણગાર એવા, ધન્ય મુનિવર તણે શીર્ષ જેનું શુષ્ક તુંબી-સમ થયુંતપને લીધે, કેમળ સુશોભિત બાહુ સૂકા, સર્પ જેવાં છે દીસે, ખાડા પડ્યા છે ઉદર માંહે યમ ભીસ્તી ફેરી મશક છે, જય હો અણગાર એવા ધન્ય મુનિવર તણે છે ૨ રસના થઈ ચૂકી અમીહીન, કાન પણ બહેરા થયા, શુષ્ક વડના પાન જેવાં માંસ શ્રેણિત હીન થયા, ઊંડાં ગયાં છે નયન જેનાં તારક વીણાના રંધ છે, જય હો અણગાર એવા ધન્ય મુનિવર તો છે ૩ છે તપમગ્ન જેવું ચિત્ત છે વધુ શુષ્ક ને અતિ રક્ષ છે, સૌ અંગે નિર્બળ થઈ જતાં કંપી રહેલું શીર્ષ છે, કઠિન તપ ને તેજથી છે ભતા નિગ્રંથ છે, જય હજે અણગાર એવા ધન્ય મુનિવર તણે. કે ૪ ચિર કાળથી વ્યાપી રહેલું તિમિર ગાઢ ગુફા તણું, પ્રકાશના આગમનથી જીવ લઈને ભાગતું, દર્શન જેના માત્રથી ભવભવ પાપ કેરે નાશ છે, જય હજ અણગાર એવા ધન્ય મુનિવર તણે. ૫ છે કલ્પતરૂના મૂળમાં જે સૌખ્ય અતિ દુર્લભ કહ્યાં, સુરધેનુ ચિતા મણિ થકી મળવાં કઠીન સુખ અતિ રહ્યાં, જેને નીરખતાં માત્રમાં મળે અસિમ સુખને પુંજ હો, જય હો અણગાર એવા ધન્ય મુનિવર તણે. તે ૬ છે
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
૪૧