________________
એક માસની તપસ્યા કરવાવાળા, કેટલાક બે માસની તપસ્યા કરવાવાળા, કેટલાક ત્રણ માસથી લઈ છ માસ સુધી તપસ્યા કરવાવાળા આદિ હતા.
છ જવનિકાયના રક્ષક સર્વે અણગાર પ્રમાણપત (જેટલા નિયમાનુસાર જોઈએ તેટલા) વસ્ત્ર, પાત્ર, રજોહરણ, ગેચ્છા આદિ સંયમરક્ષાના સાધનોથી યુક્ત હતા. ચન્દ્ર સમાન મુખ ઉપર ડેરા-સહિત આઠ પુટવાલી મુખવસ્ત્રિકા ધારણ કરવાવાળા તે સર્વે અણગાર જેવી રીતે માનસરોવર ઉપર રાજહંસ શોભે છે તેવી રીતે ગુણશિલક ઉદ્યાનમાં શોભતા હતા.
તે મુનિની વચ્ચે રાજા શ્રેણિકે ધન્યકુમાર અણગારને આ પ્રમાણે દેખ્યા. જે ઉદાર, વિશાળ, આજ્ઞાકાત, ઉત્કૃષ્ટભાવથી ગૃહીત, કલ્યાણકારી, કર્મોપદ્રવને નાશ કરવાવાળા, મંગળમય, મિક્ષલક્ષ્મીને દેવાવાળા, ઉદ-ઉત્તરેત્તર વિકાસવાળા, ઉદાત્તઉન્નતભાવવાળા, શ્રેષ્ઠ, મહાનુભાગ- આત્માની ઉચ દશાને પ્રગટ કરવાવાળા, આવા તપથી શુષ્ક રૂક્ષ થઈ ગયા હતા. તેમનું શરીર કેવળ હાડચામ–માત્ર રહી ગયું હતું. તથા જેને બેસવા-ઉઠવાથી હાડકાઓને કડકડ અવાજ થતું હતું. તે એટલા કૃશ પાતળા થઈ ગયા હતા કે તેમનું શરીર નસાજાલ માત્ર દેખાતું હતું. એ બધું હેવા છતાં પણ તે તપથી પ્રગટેલ અદ્દભુત આત્મ-કાન્તિથી દેદીપ્યમાન તથા તેજપુંજ જેવા દેખાતા હતા.
તેમની સમીપે આવીને રાજા શ્રેણિક ત્રણવાર પ્રદક્ષિણાપૂર્વક તેઓને વન્દન તથા નમસ્કાર કરી આ પ્રમાણે બાલ્યા
છે દેવાનુપ્રિય ! આપ ધન્ય છે. દેવતાઓ દ્વારા પણ પ્રશંસનીય છે. આપ મહાપુણ્યશાળી છે; કેમકે આપે તરતજ સંયમ તથા તપની આરાધના કરી લીધી છે. આ૫ કૃતાર્થ છે, કેમકે આપે આપની આત્માનું કલ્યાણ કરી લીધુ છે આપ સુકૃતલક્ષણ છે, કેમકે આપે સમ્યક-રૂપથી ચારિત્રની આરાધના કરી લીધી છે. હે દેવાનુપ્રિય! ખરેખર આપે જન્મ અને જીવતરનું ફળ પ્રાપ્ત કરી લીધું છે. એટલું કહીને રાજા શ્રેણિક સ્તુતિ કરે છે –
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
૪૦