________________
મહાકાલી કા ચરિત્ર
હવે ત્રીજું અધ્યયન કહીએ છીએ:
જંબુસ્વામીએ સુધર્મા સ્વામીને પૂછ્યું ભદન્ત!ભગવાન મહાવીર પ્રભુ દ્વારા પ્રરૂપિત અંતકૃત નામના અઠમ અંગના દ્વિતીય અધ્યયન સંબંધી ભાનું આપના મુખેથી શ્રવણ કર્યું, હવે ત્યારપછી ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત તૃતીય અધ્યયનના ભાવને સાંભળવાની મારી ઈચ્છા છે. સુધર્મા સ્વામીએ કહ્યું- હે જંબૂ! આ વર્ગના ત્રીજા અધ્યયનમાં મહાકાલી દેવીના ચરિતનું વર્ણન છે. એ રાજા શ્રેણિકની પત્ની અને કૃણિકની નાની માતા હતી. તેમણે પણ સુકાલીની પેઠેજ દીક્ષા ધારણ કરી અને
લઘુસિંનિષ્ઠીડિત” નામનું તપ કર્યું. તે આ પ્રકારે – સર્વથી પહેલાં ઉપવાસ કર્યો, પારણું કરીને છઠ કર્યું, પારણું કરી ઉપવાસ કર્યો, પારણું કરી અટ્ટમ કર્યું, એમ છઠ, ચલા, અઠ્ઠમ પચેલા, ચૌલા, છ, પાંચ, સાત, છ, આઠ, સાત, નવ, આઠ, નવ, સાત, આઠ, છ, સાત, પાંચ, છ, ચૌલા, પચેલા, અઠમ, ચીલા, છઠ, અઠેમ, ઉપવાસ, છઠ અને ઉપવાસ કર્યા. આ પ્રકારે “લઘુસિંહનિષ્ક્રીડિત તપની એક પરિપાટી કરી. જેમાં તેત્રીસ દિવસ તો પારણા કર્યા અને પૂરા પાંચ મહિના અને ચાર દિવસની તપસ્યા થઈ. એવી ચાર પરિપાટી એમણે કરી જેમાં બે વર્ષ અઠ્ઠાવીસ દિવસ લાગ્યા.
આ પ્રકારે લધુસિંહનિષ્ક્રીડિત તપની તે મહાકાલી આર્યાએ સૂત્રોકતવિધિથી આરાધના કરી. ત્યારપછી ફરી પણ તે આર્યાએ પરચુરણ કેટલીક તપસ્યા કરી. અંત સમયમાં સંથારે કરીને કર્મોનો સંપૂર્ણ નાશ થઈ જતાં તે મેક્ષમાં પહોંચી.
કૃણાદેવી કા ચરિત્ર
આ પ્રકારે કૃષ્ણાનું પણ ચરિત જાણવું જોઈએ. એ મહારાજા શ્રેણિકની પત્ની અને મહારાજા કૃણિકની નાની માતા હતી. તેમણે પણ ભગવાનની પાસે દીક્ષા લીધી અને આર્ય ચંદનબાલા આર્યાની પાસે આવીને હાથ જોડી આ પ્રકારે બોલી - હે આયે! હું આપની આજ્ઞા મેળવીને “મહાસિનિષ્ક્રીડિત તપ’ કરવા ચાહું છું. ચંદનબાળા આર્યાએ કહ્યું – જેવી તમારી ઇચ્છા હોય તેમ કરે, કેઈ પ્રકારે પ્રમાદ ન કરશો.
ત્યારપછી તે કૃષ્ણા આર્યા મહાસિનિષ્ક્રીડિત તપ” તેજ પ્રકારે કરવા લાગી કે જે પ્રકારે મહાકાલી આર્યાએ “લઘુસિહનિષ્ક્રીડિત તપસ્યા કરી હતી. એમણે ‘મહાસિંહનિષ્ક્રીડિત તપ” આ પ્રકારે કર્યું. સર્વ પહેલાં ઉપવાસ કર્યો. પારણું કરીને છઠ કર્યુંપારણું કરીને ઉપવાસ કર્યો. એવી જ રીતે અધૂમ કર્યું. છઠ, ચૌલા, અઠમ, પલા, ચૌલા, છ, પાંચ, સાત, છ, આઠ, સાત, નવ, આઠ, દશ, નવ, અગીયાર, દેશ, બાર, અગીયાર, તેર, બાર, ચૌદ, તેર, પંદર, ચૌદ, સેળ, પંદર, સોળ, ચૌદ, પંદર,
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૬૪