________________
તેર, ચૌદ, બાર, તેર, અગીયાર, બાર, દશ, અગીયાર, નવ, દશ, આઠ, નવ, સાત, આઠ, છ, સાત, પાંચ, છ, ચાર, પાંચ, અઠમ, ચાર, છઠ, આઠમ, ઉપવાસ, છઠ અને પછી પારણું કરી ઉપવાસ કર્યો. આ પ્રકારે એક પરિપાટી કરી, જેમાં તે સતીજીએ એકસઠ પારણાં કર્યા, અને પૂરેપૂરાં એક વર્ષ ચાર મહિના તથા સત્તર દિવસ અર્થાત ચારસે સતણું દિવસ તપસ્યા કરી. એવી એક પરિપાટી કરી તેની સાથે સાથે જ બીજી ત્રીજી અને જેથી પરિપાટી પણ કરી. જેમાં છ વર્ષ બે મહિના અને બાર દિવસ લાગ્યા. આ પ્રકારે કૃષ્ણ આર્યાજીએ “મહાસિનિષ્ક્રીડિત’ તપસ્યા વિધિપૂર્વક કરીને ફરી પણ કેટલીક પરચુરણ તપસ્યા કરી. અંતિમ સમયે સંથારો કરી કાલી આર્યાની પિકે તે પણ મેક્ષમાં ગઈ (સૂ૦ ૯)
સુકૃષ્ણાદેવી કા ચરિત્ર
હે જંબૂ ! એજ પ્રકારે સુકૃષ્ણાનું પણ ચરિત જાણવું જોઈએ. તે પણ રાજા શ્રેણિકની રાણી અને મહારાજા કૃણિકની નાની માતા હતી. તે પણ ભગવાનની પાસે ધર્મકથા સાંભળીને પ્રવ્રજિત થઈ ગઈ અને આર્યા ચંદનબાળાની પાસે આવીને હાથ જોડી બોલી –હ આયે! હું “સપ્તસપ્તમિકા ભિક્ષુપ્રતિમા તપ કરવા ચાહું છું. આર્યા ચંદનબાળાએ કહ્યું - હે દેવાનુપ્રિયે! જેવી તમારી ઈચ્છા હોય તેમ કરે, કોઈ પ્રકારને પ્રમાદ ન કરો. પછી તે સુકૃષ્ણા આર્યા “સપ્તસપ્તમિકા ભિક્ષુપ્રતિમા તપ કરવા લાગી. તે આ પ્રકારે – તે સુકૃષ્ણા આર્યાએ પ્રથમ સપ્તાહમાં પ્રત્યેક દિવસે ગૃહ દ્વારા આપવામાં આવેલ એક દાત અન્નની એક દાત પાણીની લીધી. એ જ પ્રકારે બીજા સપ્તાહના પ્રત્યેક દિવસમાં બે દાત અન્નની અને બે દાત પાણીની, તથા ત્રીજા સપ્તાહમાં ત્રણ દાત, ચેથા સપ્તાહમાં ચાર દાત, પાંચમામાં પાંચ, છામાં છે અને સાતમા સપ્તાહમાં સાત દાત અન્નની સાત દાત પાણીની લીધી. આ પ્રકારે તેમણે “સપ્તસપ્તમિકા ભિક્ષુપ્રતિમા તપની ઓગણપચાસ રાતદિવસમાં એક છનું ભિક્ષા (દાત)ના આધાર પર સૂત્રપ્રમાણે આરાધના કરી. અશનપાનની અભેદ વિવક્ષાથી પ્રથમ સપ્તાહમાં સાત દાત થઈ, બીજામાં ચૌદ, ત્રીજામાં એકવીશ, ચોથામાં અાવીશ, પાંચમામાં પાંત્રીશ, છટ્ઠામાં બેતાલીશ, સાતમામાં ઓગણપચાશ. એ પ્રકારે બધી મળીને એક છનું ભિક્ષા થાય છે.
તે પછી સુકૃષ્ણા આર્યા આર્યચંદનબાલા આર્યા પાસે આવી અને વંદન-નમસ્કાર કર્યા પછી આ પ્રકારે બેલી – હે આર્યો! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને અણઅષ્ટમિકા ભિક્ષુપ્રતિમા તપ કરવા ચાહું છું. આર્યચંદનબાલા આર્યાએ કહ્યું-હે દેવાનુપ્રિયે! જેમ તને સુખ થાય તેમ કરે, કઈ પ્રકારે પ્રમાદ ન કરશે. (સૂ૦ ૧૦)
શ્રી અકૃત દશાંગ સૂત્ર
૬૫