________________
ભેરવીને મરવું, હાથી ઊંટ વગેરેના મરેલા શરીરમાં પ્રવેશ કરી મારા શરી. રને મૃતબુદ્ધિની કલ્પનાથી ગીધ પક્ષીઓને ખવડાવવું આ બધું હું સ્વીકારી શકું તેમ છું, તેવી જ રીતે દીક્ષા ગ્રહણ કરવી અથવા તો પરદેશમાં જતા રહેવું પણ હું સ્વીકારી શકું છું પણ હું સાગરદત્તના ઘેર જવું સ્વીકારવા તૈયાર નથી. એટલે કે આ બધી ઉપરની તમારી આજ્ઞા મને કોઈ પણ જાતના વિચાર કર્યા વગર માન્ય છે, પણ સાગરદત્તને ત્યાં જવું માન્ય નથી. (तएणं से सागरदत्ते सत्थवाहे कुटुंतरिए सागरस्स एयमहूँ निसामेइ, निसामित्ता लज्जिए, विलीए, विड्डे, जिनदतस्स गिहाओ पडिनिक्खमइ, पडि निक्खमित्ता जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मुकुमालियं दारियं सदावेइ, सदावित्ता अंके निवेसेइ, निवेसित्ता एवं वयासी किण्णं पुत्ता सागरएणं दारएणं मुक्का ? अहं णं तुम तस्स दाहामि जस्सणं तुम इट्ठा जाव मणामा भचिस्ससित्ति समालियं दारियं ताहिं इटाहिं वग्गूहि समासासेइ, समासासित्ता पडिविसज्जेइ )
ત્યાં જ ભીંતની પાછળ છુપાઈને સાગરદત્ત સાર્થવાહ સાગરની તે બધી વાતને સાંભળી રહ્યો હતો. સાંભળી તે બહુજ લજિજત થયે તેમજ બીજા એથી પણ તે ખૂબજ લજિજત થયે. આ રીતે “જાતે” અને બીજાઓથી લજાતો તે જિનદત્તના ઘેરથી બહાર નીકળી ગયા અને નીકળીને પિતાને ઘેર પહોંચ્યા. ત્યાં જઈને તેણે પિતાની પુત્રી સુકુમારિકા દારિકાને બોલાવી. જ્યારે તે સુમારિકા દારિકા આવી ગઈ ત્યારે તેને પોતાના ખેાળામાં બેસાડી લીધી. બેસાડીને તેણે તેને પૂછયું હે બેટી ! શા કારણથી સાગરે તને ત્યજી છે ? તને હું તે પુરુષને જ આપીશ કે જેના માટે તું સારી રીતે ઈષ્ટા, કાંતા. પ્રિયા, મનેજ્ઞા અને મનમા થશે. આ રીતે તેણે સુકુમાર દારિકાને પિતાના ઈષ્ટ વચ નથી સારી રીતે આશ્વાસન આપ્યું અને ત્યાર પછી તેને વિદાય આપી સૂ૦૧ભા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩