________________
હે દેવાનુપ્રિય! શું આ વાત વાજબી છે? કુળ મર્યાદાને લાયક છે ? અથવા તે કુળની ગ્યતા મુજબ છે ? કુળને ભાવનારી છે ? કે જે સાગર દારક કોઈ પણ જાતના દેષ જોયા વગર પતિવ્રતા સુકુમારીકા દારિકાને ત્યજીને અહીં આવી ગયો છે ? આ રીતે મનને દુભાવનારા તેમજ ગળગળા થઈને રડતાં રડતાં ઘણાં વચનથી સાગરે પિતાના વેવાઈ જિનદત્તને ઠપકો આપે. (तएणं जिणदत्ते सागरदत्तस्स एयमहूँ सोच्चा जेणेव सागरए दारए तेणेव उवागच्छइ, उवागच्छित्ता सागरयं दारय एवं वयासी-दुठ्ठणं पुत्ता तुमे कयं सागरदत्तस्स गिहाओ इह हव्वमागए, तेणं तं गच्छह णं तुमं पुत्ता ! एवमविगए, सागरदत्तस्स गिहे, तएणं से सागरए जिणदत्त एवं बयासी-अवि आई अहं ताओ ! गिरिपडणं वा तरुपडणं वा मरुप्पवायं वा जलप्पवेसं वा जलणप्पवेसं वा विसभक्खणं वा सत्थोबाडणं वा वेहाणसं वा गिद्धापिटुं वा पबज्नं वा विदेसगमणं वा अन्भुवगच्छिज्जामि, नो खल अहं सागरदत्तस्स गिहं गच्छिज्जा) જિનદત્ત સાગરદત્તના આ ઠપકાને સાંભળીને જ્યાં સાગર દારક હતે.
ત્યાં ગયો અને ત્યાં જઈને તેણે સાગર દારકને આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર! તમે આ જે કંઈ કર્યું છે, તે સારું ન કહેવાય તમે સાગરદત્તના ઘેરથી આટલા જલદી આવતા રહ્યા આ ઠીક નથી. એથી હે બેટાતમે અત્યારે જેવી સ્થિતિમાં છે તેવી જ સ્થિતિમાં સાગરદત્તને ઘેર જતા રહે. ત્યારે સાગર દારકે પોતાના પિતાને આ પ્રમાણે કહ્યું કે હે પિતાશ્રી ! તમારી આનાથી હું પર્વત ઉપરથી નીચે ગબડી પડવું સ્વીકારી શકું છું, વૃક્ષ ઉપરથી નીચે પડી જવું સ્વીકારી શકું છું, મરુકપાત- નિર્જળ પ્રદેશમાં જવું સ્વીકારી શકે છે, ઊંડા પાણીમાં ડૂબીને મરી શકું છું, તેમજ સળગતા અગ્નિમાં પ્રવેશવુ, વિષનું ભક્ષણ કરવું, શસ્ત્રના ઘાથી શરીર ને કાપવું, ગળામાં ફાંસો
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩