________________
જઈને તેણે સુકુમારિકા દારિકાને ચિંતામાં ગમગીન જોઈ જોઈને તેણે તેને પૂછ્યું કે હે દેવાનુપ્રિયે ! શા કારણથી તમે અપહત મનઃ સંકલ્પ થઈને ચિંતામાં બેઠા છે ? દાસચેટીના પ્રશ્નને સાંભળીને તે સુકુમારિકાએ તેને કહ્યુંકે હે દેવાનુપ્રિયે ! સાંભળો, સાગર દારક મને સુખેથી સૂતી જાણીને મારી પાસેથી ઉભા થયા અને ઉભા થઈને વાસગૃહના બારણાને ઉઘાડીને જ્યાંથી આવ્યા હતા, ત્યાં જતા રહ્યા છે.
(तएणं तओ अहं मुहुत्तरस्स जाव विहाडियं पासामि गएणं से सागरए त्ति कटु ओहयमणं जाव झियायामि, तएणं सा दासचेडो, समालियाए दारियाए एयमढे सोच्चा जेणेव सागरदत्ते तेणेव उवागच्छइ ) - ત્યાર પછી જ્યારે હું જાગી ત્યારે મેં સાગર દારક ને મારી પાસે જે નહિં, હું શા ઉપર ઉઠી અને બેઠી થઈ ગઈ અને ત્યાર પછી મેં અહીં જ તેમની બધે માર્ગણ-ગવેષણા કરી. મેં જ્યારે વાસગૃહના બારણાને ઉઘાડું જોયું ત્યારે હું સમજી ગઈ કે તેઓ ચાલ્યા ગયા છે. આ વિચારથી જ હું અપહત મનઃ સંકલ્પ થઈને આર્તદેયાન-ચિંતા-માં પડી છું આ રીતે સુકુમારીકાની વાત સાંભળીને તે દાસ ચેટી ખૂબજ વિચાર કરીને ત્યાંથી સાગરદત્તની પાસે ગઈ.
उवागच्छित्ता सागरदत्तस्य एयमट्ट निवेएइ-तएणं से सागरदत्ते दासचेडीए अंतिए एयमढे सोचा निसम्म आसुरुत्ते जेणेव जिणदत्तस्स सत्यवाहस्स गिहे तेणेच उवागच्छइ-उवागच्छित्ता जिणदत्त एवं वयासो) ।
ત્યાં આવી ને તેણે સાગરદત્તને આ વાત કરી. આ રીતે દાસ ચેટીના મુખથી બધી વિગત સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને સાગર દત્ત અત્યંત ગુસ્સે થયો અને તરત જ જ્યાં જિનદત્ત સાર્યવાહનું ઘર હતું ત્યાં ગયો. ત્યાં જઈને તેણે જિનદત્ત સાર્થવાહને આ પ્રમાણે કહ્યું કે
(किणं देवाणुप्पिया ! एवं जुत्तं वा पत्तं वा कुलाणुरूवं वा कुलसरिसंवा जन्नं सागरदारए मूमालिथं दरियं अदिदोसं पइवयं विपनहाय इहमागओ बहूहि खिज्जणियाहि य रुहणियाहि य उवालभइ)
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૯O