________________
૧૭ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકેમાં નિરયિકના પર્યાયથી જન્મ પામી. ત્યાંની સ્થિતિ પૂરી કરીને જ્યારે તે ત્યાંથી નીકળી તે ત્રીજી વાર પણ તે ઉરઃ પરિસર્ષમાં ઉત્પન્ન થઈ ત્યાંથી પહેલાંની જેમ કાળ કરીને ચોથી પંકપ્રભા પૃથિવીમાં કે જ્યાં દશસાગરની નૈરયિકેની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ત્યાં નરયિકની પર્યાયથી ઉત્પન્ન થઈ, ત્યાંથી નીકળીને તે સિંહના પર્યાયથી જન્મ પામી. પહેલાની જેમ ત્યાંથી પણ મરણ પામીને બીજીવાર પણ ચતુર્થ નરકમાં દશ સાગરની સ્થિતિવાળા નરકમાં નૈરયિકના પર્યાયથી જન્મ પામી. ચતુર્થ નરકથી નીકળીને તે ફરી સિંહના પર્યાયથી ઉત્પન્ન થઈ. ત્યાંથી મરણ પામીને ફરી તે વાલકાપ્રભા નામની ત્રીજી પૃથિવીમાં સાત સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ લઈને રચિકની પર્યાયમાં જન્મ પામી. ત્યાંથી નીકળીને તે ફરી તે પક્ષીઓના કુળમાં જન્મ પામી. ત્યાંથી મરણ પામીને ફરી તે ત્રીજા નરકમાં સાત સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકમાં નરયિકના પર્યાયથી ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળીને ફરી તે પક્ષીઓના કુળમાં ઉત્પન્ન થઈ ત્યાંથી મરણ પામીને ફરી તે બીજી પૃથિવી જે શરામભા છે અને જેના નરકાવાસમાં ત્રણ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ છે ત્યાં નરયિકના પર્યાયથી તેટલી જ સ્થિતિ લઈને જન્મ પામી. ત્યાંથી નીકળીને સરીસૃપોમાં તે ઉત્પન્ન થઈ ત્યાં શસથી વીંધાઈને તથા દાહથી પીડાઈને મરણ પામી અને ત્યારપછી બીજીવાર પણ બીજી પૃથિવીના નરકાવાસમાં ત્રણ સાગર જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ લઈને ઉત્પન્ન થઈ. બીજી પૃથ્વિથી નીકળીને બીજીવાર તે સરીસૃપમાં ઉત્પન્ન થઈ ત્યાંથી યથા સમય મરણ પામીને રત્નપ્રભા નામની પ્રથમ પૃથ્વિમાં ઉત્કૃષ્ટ એક સાગરની સ્થિતિવાળા નરકા વાસે માં નરયિકના પર્યાયતી ઉત્પન્ન થઈ ત્યાંની ભવસ્થિતિ પૂરી કરીને તે ત્યાંથી નીકળીને સંસી-છામાં, ત્યાંથી પણ મરણ પામીને અસંસી-છામાં અને ફરી ત્યાંથી મરણ પામીને બીજીવાર પણ પહેલી પૃષ્યિમાં ૧ એક પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિવાળા નરકાવાસોમાં નરયિકના પર્યાયથી જન્મ પામી. તે રત્નપ્રભા પૃથ્વિથી નીકળીને ફરી તે જેટલા પક્ષી ભેદે છેચમ પક્ષી વગેરે છે તેમાં અને ત્યારપછી ખર-બાદર પૃથ્વિીકાય વગેરે ભેદ છે તેમાં ખર-આદર પૃશિવકાયિકના રૂપમાં લાખ વાર જન્મ પામી. સૂ. ૬
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૭૮