________________
નિહિમાળી, જગમાળી,તન્જિનમાળી વનિમાળી,પિત્તારિત્નમાળી, थुक्कारिज्जमाणी, कत्थइ ठाणं वा निलयं वा अलभमाणी २ दंडिखंडा निवसणा खंडमल्लय खंड खंड धउगहत्थगया फुड्डहडाहडसीसामच्छियाचउगरेणं अभिज्जमाणमग्गा गेहं गेहेणं देहं बलियाए वित्ति कप्पेमाणी विहरइ ) પિતાના ઘેરથી બહાર નીકળીને તે નાગશ્રી ચંપા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુમુખ, મહાપથ વગેરે માર્ગો ઉપર જ્યાં ગઈ ત્યાં ત્યાં બધે ઘણા માણસોએ તેની “આ નીચ જાતની છે” વગેરે વચનથી હીલના કરી. બધા માણસો તેની ઉપર ખૂબ જ ગુસ્સે થયા. તેની ગેર હાજરીમાં લેકેએ તેની ખૂબ નિંદા કરી, તેની સામે તેને બધાએ ખરી ખોટી સંભળાવી, આંગળી ચીંધી ચીપીને તેની સાથે મારપીટ કરવાની બીક બતાવવા લાગ્યા. કેઈ કેઈએ તે તેને લાકડી વગેરેને ફટકે પણ માર્યો, ઘણાઓએ તેને ફિટકારી, કેટલાક માણસેએ તેને જોઈને તેની ઉપર ચૂકી દીધું, આવી પરિસ્થિતિને મુકાબલે કરતી કેઈ પણ સ્થાને બેસવાની કે રોકાવાની કે વિશ્રામ કરવાની જગ્યા તે મેળવી શકી નહિ, અને છેવટે ફાટેલા જૂના વસ્ત્રોના કકડાને વીંટાળીને ભિક્ષાના માટે માટીનું ખપ્પર અને પાણીના માટે ફટી માટલીના કકડાને હાથમાં લઈને પેટ ભરવા માટે આમતેમ એક ઘેરથી બીજે ઘેર ભમવા લાગી. તેના માથાના વાળ આમ તેમ અસ્ત વ્યસ્ત રહેતા હતા, શરીર અને વસ્ત્રો વગેરે મેલા હોવાને લીધે માખીઓના ટેળેટેળા તેની પાછળ પાછળ ભમતાં રહેતાં હતાં.
(तएणं तीसे नागसिरीए माहणीए तब्भवसि चेव सोलसरोयायंका पाजहमया-तं जहा सासे कासे जोणिमूले, जाव कोढे तएणं सा नागसिरी माहिणी, सोलसहि रोयायंकेहि अभिभूया समाणी अट दुहवसट्टा कालमासे कालं किच्चा छट्ठीए पुढवीए उक्कोसेणं बाबीससागरोवमटिइएसु नेरइयत्ताए उववन्ना)
તે નાગશ્રી બ્રાહ્મણને તેજ ભવમાં આ સોળ રોગાતકો પ્રકટ થયા. (૧) શ્વાસ (૨) કાસ (૩) જવર (૪) દાહ (૫) કુક્ષિશૂલ (૬) ભગંદર (૭) અર્શ (૮) નિશુલ (૯) દષ્ટિશલ (૧૦) મૂધ લ (૧૧) અરૂચિ (૧૨) અક્ષિવેદના (૧૩) કર્ણવેદના (૧૪) કડૂ (૧૫) જલંદર (૧૬) કુછ આ સોળ ગાંકેથી અતીવ દુઃખી થયેલી શારીરિક તેમજ માનસિક વ્યથાઓથી વ્યથિત થતી તે નાગશ્રી કાળ અવસરે કાળ કરીને છઠ્ઠી પૃથિવીમાં બાવીસ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસમાં નૈરયિકની પર્યાયથી જન્મ પામી. | સૂ. ૫
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩