________________
जेणेव कणगकेउ राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव वद्धावेइ, बद्धावित्ता तं महत्थं३ पाहुडं उवणेइ )
ત્યારપછી તે ધન્યસાર્થવાહે મહાર્થ સાધક બહુ કિંમતી અને મહા પુરૂને યોગ્ય ભેટ સાથે લઇને ઘણા માણસોની સાથે અહિચ્છત્રા નગરીની વચ્ચેના માર્ગે ( રાજમાર્ગ) થઈને નગરમાં પ્રવિષ્ટ થયે. નગરીમાં પ્રવેશીને તે જ્યાં કનકકેતુ રાજા હતા ત્યાં ગયો. ત્યાં જઈને તેણે રાજાને બંને હાથ જોડીને નમસ્કાર કર્યા અને જય વિજય શબ્દો ઉચ્ચારણ કરતાં તેમને વધાઈ આપી. વધાઈ આપ્યા પછી તેણે રાજાની સામે પિતાની ભેટ મૂકી દીધી.
(तएणं से कणगकेऊ राया हट्ट तु० धण्णस्स सत्थवाहम्स तं महत्थं ३ जाच पडिच्छइ पडिच्छित्ता धणं सत्यवाह सक्कारेइ सम्माणेइ, सक्कारिता सम्माणित्ता उस्सुक्कं वियरइ २ पडिविसज्जेई )
કનકકેતુ રાજાએ હર્ષિત તેમજ સંતુષ્ટ થઈને મહાઈ સાધક મહામૂલ્યવાળી અને રાજાઓને માટે એગ્ય ભેટ સ્વીકારી લીધી. સ્વીકાર કર્યા બાદ તેમણે ધન્યસાર્થવાહને સત્કાર તેમજ સન્માન કર્યું. સત્કાર અને સન્માન કરીને રાજાએ “કેઈપણ રાજપુરૂષ તેમની પાસેથી રાજકર લે નહિ” તે પ્રમાણેની વ્યવસ્થા કરતાં તેમને શુષ્ક માફીનું આજ્ઞાપત્ર લખી આપ્યું. ત્યારપછી તેને ત્યાંથી જવાની આજ્ઞા આપી
(तएणं से धण्णे सत्थवाहे मंडविणिमयं करेइ, करित्ता पडिभंडं गेण्हइ, गेण्हिता सुहं सुहेणं जेणेव चंपानयरी तेणेव उवागच्छइ )
ત્યારબાદ ધન્યસાર્થવાહે ત્યાં રહીને પિતાની કયાણક વસ્તુઓને વેચી અને તેનાથી જે ધન મળ્યું તેનાથી બીજી વસ્તુઓ ખરીદી લીધી. વસ્તુઓની ખરીદ કરીને તેણે બધી વસ્તુઓની ખરીદી કરીને તેણે બધી વસ્તુઓને ગાડી તેમજ ગાડાઓમાં ભરી અને ત્યારપછી ગાડી અને ગાડાઓને જોતરાવીને ત્યાંથી ચંપા નગરી તરફ પાછા રવાના થયે.
(उवागच्छित्ता मित्तनाइ० अभिसमन्नागए विउलाई माणुस्सगाई काम भोगाइं मुंजमाणे विहरइ)
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૫૮