________________
ચંપા નગરીમાં આવીને તે પિતાના મિત્ર. જ્ઞાતિ, વજન, સંબંધી પરિજનેને મળે અને વિપુલ મનુષ્ય ભવના કામગ ભેગવવા લાગે.
( तेणं कालेणं तेणं समएणं थेरागमणं धण्णे सत्यवाहे धम्म सोच्चा जेट्ठ पुत्त कुटुंबे ठवेत्ता पव्वइए, सामाइयमाझ्याई एक्कारसअंगाई बहूणि वासाणि सामण्णपरियागं पाउणइ, पाउणित्ता मासियाए संलेहणाए अन्नतरे देवलोएसु देवत्ताए उववन्ने महाविदेहे वासे सिज्झिहिइ, जाव अंतं करेहिइ । एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पन्नरसमस्स अयमठे पण्णत्ते त्ति बेमि) તે કાળે અને તે સમયે તે નગરીમાં સ્થવિર પધાર્યા ધન્ય સાર્થવાહ તેઓના મુખથી ધર્મનું વ્યાખ્યાન સાંભળ્યું અને સાંભળીને તેને પ્રતિબંધ થયે પ્રતિબુદ્ધ થઈને તેણે પિતાના કુટુંબના વડા તરીકે પોતાના મોટા પુત્રની નીમણુક કરીને દીક્ષા ગ્રહણ કરી દીક્ષા ગ્રહણ કર્યા બાદ તેણે સામાયિક વગેરે અગિયાર અંગેનું અધ્યયન કર્યું અને ઘણાં વર્ષો સુધી શ્રમણ્ય પર્યાયનું પાલન કરીને એક માસની સંખનાથી ૬૦ ભક્તોનું અનશન વડે છેદન કરીને કાળના વખતે કાળ કરીને દેવલેકમાં દેવતા પર્યાયથી જન્મ પામે. મહાવિદેહ ક્ષેત્રથી તે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરશે યાવતુ બધા દુખે તે અન્ત કરનાર થશે. આ રીતે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે કે જેઓએ સિદ્ધિગતિ નામના સ્થાનને મેળવી લીધું છે-આ પંદરમા જ્ઞાતાધ્યયનને આ પૂર્વોક્ત ભાવ નિર પિત કર્યો છે. મેં જે પ્રમાણે તેઓશ્રીના મુખથી સાંભળ્યું છે તે પ્રમાણે જ તમારી આગળ રજુ કર્યું છે. એ સૂત્ર ૪
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત જ્ઞાતાધ્યયન સૂત્રની અનગારધમમૃતવષિણી વ્યાખ્યાનું પંદરમું અધ્યયન સમાસ ૧૫
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૫૯