________________
યુક્ત થઈને પાંચ કામ ગુણમાં શબ્દાદિ વિષયે માં--અનાસક્ત રહે છે એટલે કે અનુરક્ત થતા નથી, તેઓ આ ભવમાં જ ઘણા સાધુઓ તેમજ સાધ્વીઓની વચ્ચે સન્માનનીય થતાં પહેલેકમાં જન્મરહિત થઈ જાય છે એટલે કે ફરી તેઓને જન્મ થતો નથી કેમકે તેઓ આ ભવમાં જ ચતુર્ગતિ રૂપ આ સંસાર કતારને પાર કરવા લાયક સામર્થ્ય મેળવી લે છે તેઓ મોક્ષ મેળવવા ગ્ય થઈ જાય છે, જેમ ધન્યસાર્થવાહના ઉપદેશ ઉપર શ્રદ્ધા મૂકીને સાર્થના કેટલાક પુરૂષોએ નદિ વૃક્ષોના મૂળ કંદ વગેરેને ત્યજીને તેની સૂચના મુજબ આચરણ કરતાં અહિચ્છત્રા નગરીમાં પહોંચી શકે તેવા થઈ ગયા. હવે જે પુરૂષોએ ધન્યસાર્થવાહની વાત ઉપર શ્રદ્ધા મૂકી નહિ તેઓની શી હાલત થઈ તેનું વર્ણન કરતાં સૂત્રકાર કહે છે–
(तत्थण अप्पेगइया पुरिसा धण्णस्स सत्यवाहस्स एयमटुं नो सद्दहंति ३ धण्णस्स एयमटुं असदहमाणा ३ जेणेव ते णदिफला तेणेव उवागच्छति, उवागच्छित्ता तेसि नंदिफलाणं मूलाणि य जाब वीसमति, तेसि णं आवाए भद्दए, भवइ, तो पच्छा परिणममाणा जाव ववरोति एवामेव समणाउसो । जो अम्हं निग्गंथो वा निग्गंथी वा जाव पब्बइए पंचसु कामगुणेसु सज्जेइ, सज्जित्ता जाव अणुपरियट्टिस्सइ, जहा वा ते पुरिसा)
ત્યાં કેટલાક માણસેએ ધન્યસાર્થવાહન નંદિફળ વૃક્ષોના કંદમૂળ વગેરે ખાવા જોઈએ નહિ તેમજ તે વૃક્ષોની છાયામાં પણ વિસામે લે નહિ આ જાતના કથન પ્રત્યે શ્રદ્ધાવાન થયા નથી, તેના ઉપર વિશ્વાસ મૂક્યો નહિ અને પ્રતીતિપૂર્વક તેમાં પોતાની અભિરૂચી બતાવી નહિ. તે માણસે ધન્યસાર્થવાહના કથન અશ્રય માનીને જ્યાં નંદિફળ વૃક્ષ હતાં ત્યાં ગયા. ત્યાં જઈને તેમણે તેમના મૂળ કંદ વગેરે ખાધાં અને તેમના છાંયડામાં વિસામે લીધું. તે સમયે તે તેમને ખૂબ જ આનંદ પ્રાપ્ત થયો, ફળના સ્વાદમાં અપૂર્વ સુખ મળ્યું, પણ જ્યારે તેઓની પાચન ક્રિયા થવા માંડી એટલે કે ખાધેલા મૂળમંદ વગેરે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૫૬