________________
પણ મુશ્કેલી નડશે નહિ. તેમજ આ વૃક્ષો સિવાયનાં બીજાં વૃક્ષો છે, તેમનાં મૂળ, કંદ વગેરે તમે ખાવ અને તેમના છાંયડામાં વિશ્રામ કરો. તેઓએ ધન્યસાર્થવાહની આજ્ઞા પ્રમાણે જ ઘેષણ કરીને તેને ખબર આપી.
(तत्थ णं अप्पेगइया पुरिसा धण्णस्स सत्यवाहस्स एयम8 सद्दहंति, पत्तियंति, रोयंति, एयमलु सद्दहमाणाई तेसिं नंदिफलाणं. दूरं रेणं परिहरमाणा २ अन्नेसिं रुक्खाणं मूलाणि य जाव वीसमंति)
- ત્યાં સાર્થમાં આવેલા કેટલાક માણસેએ ધન્યસાર્થવાહની સૂચના રૂપ આ વાતને સ્વીકારી લીધી અને તેને શ્રદ્ધાની અપેક્ષાએ પિતાના હદયમાં સ્થાન આપતાં બરોબર તેની ઉપર પ્રતીતિ કરી લીધી તે લેકેને તે વાત રૂચિકર પણ થઈ પડી. આ રીતે શ્રદ્ધાયુક્ત થયેલા તે લેકેએ તે નંદિફળ વૃક્ષોને મૂળ વગેરેથી અને તેમની છાયાથી ખૂબ જ દૂર રહીને બીજાં વૃક્ષોના મૂળ તેમજ કંદ વગેરેને ખાધા તથા તેમની છાયામાં વિસામે લીધે.
(तेसिं णं आवाए णो भद्दए भवइ, तो पच्छा परिणममाणा २ सुहरुकताए भुज्जो २ परिणंमंति, एवामेव समणाउसो जो अम्हं निग्गंथो वा निग्गंधी वा जाव पंचसु कामगुणेसु नो सज्जेइ, नो रज्जेइ से णं इहभवे चेव बहूर्ण समणाणं४ अच्चणिज्जे परलोए नो आगच्छइ, जाव वीइवयस्सइ जहा वा ते पुरिसा)
તે માણસેને વૃક્ષોના મૂળ કંદ વગેરે ખાતી વખતે સવિશેષ સ્વાદ વગેરેની અનુભૂતિ તે થઈ શકી નહિ પણ ખાધા પછી તે મૂળ કંદ રસ વગેરે રૂપમાં પરિણત થયાં ત્યારે તેમને સુખ મળ્યું અને સાથે સાથે તેમનાં જીવન પણ સુરક્ષિત રહ્યાં. સુધર્મા સ્વામી હવે એજ વાતને દષ્ટાન્તનાં રૂપમાં સ્પષ્ટ કરતાં કહે છે કે હે આયુષ્મત શ્રમણે! આ પ્રમાણે જ જે અમારા નિગ્રંથ અમણીએ, આચાર્ય તેમજ ઉપાધ્યાયની પાસે મુંડિત થઈને શ્રદ્ધા વગેરેથી
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૫૫