________________
वंदइ, नमसइ, वंदित्ता नमंसित्ता एपमह विगएणं भुज्झो २ खामेइ नच्चासन्ने जाव पज्जुवासइ)
તેતલિપુત્ર અમાત્યને મેં પિતાની દુષ્ટ ચિતાને વિષયભૂત (લક્ય ) બનાવ્યું છે તેથી જ તે મુંડિત થઈને દીક્ષિત થઈ ગયો છે. એટલા માટે હવે હું તેની પાસે જાઉં અને તેતલિપુત્ર અનગારને વંદન કરૂં નમસ્કાર કરૂં વંદના અને નમસ્કાર કરીને હું મારા વડે થઈ ગયેલા અપમાન રૂપ અપરાધ બદલ બહુ જ નમ્રપણે તેમની પાસેથી ક્ષમા યાચના કરૂં. આ રીતે વિચાર થતાંની સાથે તરત જ તે ઊભે થયા અને સ્નાન કર્યું ત્યાર પછી પિતાની ચતુરંગિણી સેનાને સાથે જ્યાં પ્રદવન હતું અને તેમાં પણ જ્યાં તેતલિપુત્ર અનગાર વિરાજમાન હતા ત્યાં પહોંચ્યા ત્યાં પહોંચીને તેણે તેતલિપુત્ર અનગારને વંદના કરી અને નમસ્કાર કર્યા. વેદના અને નમસ્કાર કરીને તેણે તેના વડે થઈ ગયેલા અપમાન રૂપ અપરાધની બહુ જ નમ્રપણે ક્ષમા માગી અને ત્યાર પછી તેણે ઉચિત સ્થાન ઉપર બેસીને તેમની સેવા તેમજ સુશ્રુષા કરી.
(तएणं से तेतलिपुत्ते अणगारे कणगज्झयस्स रमो तीसे य महइ महाल याए धम्म परिकहेइ)
ત્યાર પછી તે તેતલિપુત્ર અનગાર કેવળીએ કનકધ્વજ રાજાને તેમજ ઉપસ્થિત પરિષદને સવિસ્તર ધર્મ વિષે ઉપદેશ આપ્યો.
( तएणं से कणगज्झए राया तेतलिपुत्तस्स केवलिस्स अंतिए धम्म सोच्चा णिसम्म पंचाणुव्वइयं सत्तसिक्खावइयं सावगवम्म पडिविज्जइ पडिविसज्जित्ता समणोवासए जाए जाव अहिगयजीवाजीवे । तएणं तेतलिपुत्ते केवलि बहूणि वासाई केवलिपरियागं पाउणित्ता जाव सिद्धे । एवं खलु जंबू । समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं चोदसमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते तिबेमि )
ઉપદેશ સાંભળીને કનકદેવજ રાજાએ તેતલિપુત્ર કેવળિના મૃતચારિત્રરૂપ ધર્મના પ્રભાવથી પ્રેરાઈને તે શ્રતચારિત્ર રૂપ ધર્મ વિષે મનમાં સારી રીતે વિચાર કરીને તેમની પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષારૂપ શ્રાવકધર્મ ધારણ કરી લીધા. ધારણ કરીને તેઓ શ્રમણોપાસક થઈ ગયા અને યાવત્ જીવ તેમજ અજીવતત્વન સ્વરૂપ શું છે ? તેનું પણ તેઓને જ્ઞાન થઈ ગયું. ત્યાર પછી તેતલિપુત્ર કેવળીએ ઘણાં વર્ષો સુધી કેવળી પર્યાયનું પાલન કર્યું અને આમ તેઓએ યાવત સિદ્ધપદ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
૪૫