________________
(तएणं से कंडरीए पुंडरीयस्स रण्णो एयमढे णो आढाइ, णो परिजाणइ, तुसिणीए संचिट्ठइ, तएणं पुंडरीए राया कंडरीयं दोच्चंपि तच्चंपि एवं चयासी जाय तुसिणीए संचिटुइ, तएणं पुंडरीए कंडरीयं कुमारं जाहे नो संचाएई, बहूहि आघवणाहि य पण्णवणाहि य ४ ताहे अकामए चेव एयमé अणुमन्नित्था जाय णिक्खमणाभिसे एणं अभिसिंचइ जाय थेराणं सीसभिक्खं दलयइ )
કંડરીક કુમારે પુંડરીક રાજાની આ વાતનું સન્માન કર્યું નહિમાની નહિ અને તેને સ્વીકાર પણ કર્યો નહિ, ફક્ત તે મૂગો થઈને બેસી જ રહ્યો. પુંડરીક રાજાએ જ્યારે કંડરીક કુમારને મૂંગે મૂંગે બેસી રહેલ જે ત્યારે તેમણે બીજી વાર અને ત્રીજી વાર પણ તેને આ પ્રમાણે જ કહ્યું. પરંતુ તેણે આ વાતની સહજ પણ દરકાર કરી નહી, ફક્ત મૂંગે થઈને બેસી જ રહ્યો. છેવટે જ્યારે પુંડરીક રાજા કંડરીક કુમારને તેના ધ્યેયથી મક્કમ વિચારથી વિચલિત કરવા માટે આખ્યાપના, પ્રજ્ઞાપનાઓ, વિજ્ઞાપનાઓ, સંજ્ઞાપનાઓ વડે પણ સમર્થ થઈ શકયા નહિ ત્યારે તેમણે ઈચ્છા ન હોવા છતાંએ કંડરીક કુમારને દિક્ષા ગ્રહણ કરવાની સ્વીકૃતિ આપી દીધી. સ્વીકૃતિ આપ્યા બાદ તેમણે નિષ્કમણને લગતી બધી વસ્તુઓ મંગાવી. જ્યારે વસ્તુઓ આવી ગઈ ત્યારે તેમણે તેનું વિધિસર દીક્ષાભિષેક વડે અભિસિંચન કર્યું. અભિષેક કર્યા બાદ પુંડરીક રાજા કંડરીકને પાલખીમાં બેસાડીને ભારે સમારોહની સાથે નલિની વનમાં આવ્યા. ત્યાં આવીને તેમણે સ્થવિરેને પોતાના નાના ભાઈને શિષ્યના રૂપમાં આપી દીધું. ત્યારપછી કંડરીક (વરૂણ વારે ગા) પ્રજિત થઈને અનગારાવસ્થા સંપન્ન થઈ ગયે.
( एगारसंगचिऊ-तएणं थेरा भगवंतो अन्नया कयाई पुडरिगिणीओ नय
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર: ૦૩
૩૦૭