________________
रीओ णलिणीवणाओ उज्जोगाओ पडिणिक्यमंति, पडिणिक्खमित्ता बहिया जणययविहारं विहरंति )
ધીમે ધીમે તેમણે અગિયાર અંગોનું અધ્યયન કરી લીધું. ત્યારબાદ તે સ્થવિર ભગવંતોએ કઈ એક દિવસે પુંડરીકિણ નગરીના તે નલિનીવન નામના ઉદ્યાનથી વિહાર કર્યો, વિહાર કરીને તેઓ બહારના જનપદેમાં વિચરણ કરવા લાગ્યા. એ સૂત્ર ૨ છે
तएण तस्स कंडरीयस्स इत्यादिટીકાર્યું--(તtor) ત્યાર પછી,
( तस्स कंडरीयस्स अणगारस्स तेहिं अंतेहिं पंतेहिं य जहा सेलगस्स जाय दाहयकतिए यावि विहरइ )
તે કંડરીક અનગારના શરીરમાં બલચણક વગેરે રૂપ અતાહાર કરવાથી તેમજ પર્યષિત અથવા નીરસ આહાર રૂપ પ્રાન્તાહાર કરવાથી શૈલક રાજર્ષિની જેમ પ્રકૃતિથી સુકુમાર અને સુચિત બદલ વેદના ઉત્પન્ન થઈ ગઈ. તે વેદના અત્યંત ઉગ્ર અને અસહ્યા હતી. આ પ્રમાણે શરીર સંતાપ રૂપ રોગની ઉત્પત્તિથી તે કંડરીક અનગાર હાથ પગમાં બળતરાને લીધે થોડી સુખશાંતિ પણ મેળવી શક્યા નહિ.
(तएणं थेरा अन्नया कयाई जेणेव पोंडरिगिणी तेणेव उवागच्छइ, उपागच्छिता णलिणिवणे समोसढा पोंडरीए निगाए धम्मं सुणेइ, तएणं पोंडरीए राया धम्मं सोचा जेणेय कंडरीए अणगारे तेणेच उपागच्छइ, उवागच्छित्ता कंडरीयं अणगारं वंदइ नमसइ, बंदित्ता नमंसित्ता कंडरीयस्स अणगारस्स सरीरगं सव्या बाहं सरोयं पासइ)
કેઈ એક વખતે તે સ્થવિર પુંડરીકિણી નગરીમાં વિહાર કરતા કરતા આવ્યા. ત્યાં આવીને તેઓ નલિનીન નામના ઉદ્યાનમાં રોકાયા. તેમનું આગમન સાંભળીને પુંડરીક રાજા તેમને વંદન કરવા માટે તથા તેમની પાસેથી ધર્મોપદેશ સાંભળવા માટે પોતાના રાજમહેલથી નીકળીને તે નલિનીવન ઉદ્યાનમાં આવે. સ્થવિરાએ તેમને ધર્મોપદેશ આપે, ધર્મોપદેશ સાંભળીને તેઓ
જ્યાં કંડરીક અનગાર હતા તેમની પાસે ગયા. ત્યાં જઈને તેમણે તેમને વંદન અને નમસ્કાર કર્યા. વંદન અને નમસ્કાર કરીને તેમણે કંડરીક અનગારના શરીરને પીડા સહિત અને રોગયુક્ત જોયું.
(पासित्ता जेणेव थेरा भगवंतो तेणेव उवागच्छइ, उवागच्छित्ता थेरे भगचंते बंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासो-भहण्णं भंते ! कंडरीयस्स अण
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
૩૦૮