________________
( तुम्भेणं ताओ ! अम्हं पिया गुरुजणयदेवभूया ठावगा पइटावगा संरक्खगा संगोवगा तं कहण्यं अम्हे ताओ ! तुम्भे जीवियाओ ववरोवेमो तुब्भं णं मंसं च सोणियं च आहारेमो अगामियं अडविं णित्थरह तं चेव सव्वं भणइ जाव अत्थस्स जाव पुण्णस्स आभागी भविस्सह) ।
હે તાત ! તમે અમારા પિતા છે, એથી તમે અમારા દેવ અને ગુરૂના સ્થાને છે. તમે મને નીતિ ધર્મ વગેરેમાં પ્રવૃત્ત પણ કરતા રહે છે. રાજા વગેરેની સામે તમે પિતાના સ્થાને મને બેસાડે છે એથી તમે મારા સ્થાપક અને પ્રતિષ્ઠાપક છે. યથેચ્છા પ્રવૃત્તિથી તમે મારી રક્ષા કરતા રહે છે એથી તમે મારા સંરક્ષક છે, દુરિત પ્રવૃત્તિથી તમે મને રોકતા રહે છે, એથી તમે મારા સંગાપક છે. તે આવી પરિસ્થિતિમાં હે તાત ! હું તમને કેવી રીતે જીવન રહિત બનાવી શકું અને કેવી રીતે તમારા શેણિત અને માંસનું ભક્ષણ કરી શકું ? એથી હે તાત! તમે મુજ ધનદત્તને જ જીવન રહિત બનાવી દે અને મારા ખૂન અને માંસનું તમે ભક્ષણ કરો. જેથી તમે આ ગામ વગરની અટવીને પાર કરી શકે અને રાજગૃહ નગરમાં પહોંચીને ત્યાં પિતાના મિત્રે વગેરે પરિજનોની સાથે મળી શકે. તેમજ ધન ધર્મ અને પુણ્યના ભેકતા બની શકે. “તે રેવ સર્વ મારૂ” આનો અર્થ આમ થાય છે કે જેમ ધન્ય સાર્થવાહે પિતાના મોટા પુત્ર ધનદત્તને કહ્યું તેમજ ધનદત્ત પણ પિતાના પિતાને કહ્યું.
(तएणं धणं सत्थवाहं दोच्चे पुत्ते एवं क्यासी-माणं ताओ ! अम्हे जेटे भायरं गुरूदेवयं जीवियाओ ववरोवेमो, तुम्भेग ताओ ! ममं जीवियाओ ववरोवेह, मंसं च सोणियं च आहारेह, अग्गामि यं अडविं णित्थरह तं चेव सव्वं भणइ जाब अस्थस्स जाव पुण्णस्त आभागी भविस्सह )
ત્યારપછી ધન્ય સાર્થવાહને તેના બીજા પુત્રે આ પ્રમાણે કહ્યું કે હે તાત ! તમે અમારા ગુરુદેવતા જેવા મોટા ભાઈને જીવન રહિત ન કરો પણ હે તાત ! તમે મને જ મારી નાખે અને મારા જ લેહી અને માંસને તમે ખાઓ પીઓ, જેથી તમે આ ગામ વગરની અટવીને પાર કરી શકે, આમ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૯૮