________________
(तएणं ते णयर गुत्तिया तं विउलं धणकणगं गेण्हंति, गेण्हिता, जेणेव रायगिहे तेणेव उवागच्छंति । तएणं से चिलाए तं चोरसेणं तेहिं णयरगुत्तिएहिं हयमडिय जाव भीए तत्थे सुंसमंदारियं गहाय एगं महं अग्गामियं दीहमद अडविं अणुप्पविटे)
તે નગર રક્ષકએ તે પુષ્કળ પ્રમાણમાં પડેલાં ધન, કનક વગેરેને લઈ લીધું અને લઈને રાજગૃહ નગરમાં પાછા આવી ગયા. ત્યારપછી તે ચિલાત ચેરે પિતાની તે ચોર સેનાને નગર રક્ષકે વડે હત, મથિત તેમજ ઘાતિત અને નિપતિત ચિધ્વજ પતાકાઓવાળી જોઈને ત્રસ્ત થઈ ગયો અને સંસમા દારિકાને લઈને એક ભારે મોટી ગ્રામરહિત અટવીમાં પેસી ગયે.
(तएणं धण्णे सत्यवाहे सुंसमं दारियं चिलाएणं अडवीमुहं अवहीरमाणि पासित्ता णं पंचहिं पुत्तेहिं सद्धिं अप्पछट्टे सन्नद्धबद्धचिलायस्स पदमग्गवीहि अणुगच्छमाणे अभिगज्जते हाक्कारेमाणे पुक्कारेमाणे अभितज्जेमाणे अभिहासेમાણે વિઠ્ઠા મજુજ )
જ્યારે ધન્ય સાથે વાહે સંસમાં દારિકાને ચિલાત ચેર વડે અટવીમાં હરણ કરીને લઈ જવાયેલી જાણી, ત્યારે તે પોતાના પાંચ પુત્રની સાથે આત્મપષ્ટ થઈને કવચ બાંધીને તે ચિલાત ચોરની પાછળ તેના પદ ચિહ્નોનું અનુસરણ કરતો મેઘના જેવી દેવનિ કરતે “અરે એ દુષ્ટ ! ઊરે, ઊભેારે, ” આ પ્રમાણે કહેતે “ઊભરે, ઊભરે, નહિતર મરી ગયેલે જાણજે ” આ પ્રમાણે હાકલ કરતે, તેને બોલાવતે “અરે નિર્લજ્જ !' આમ તર્જિત કરતા તેમજ શસ્ત્ર અસ્ત્ર વગેરેને બતાવીને તેને ત્રસિત કરતે ચાલે.
(तएणं से चिलाए तं धणं सत्थवाहं पंचहिं पुत्तेहिं सद्धिं अप्पच्छ? सन्नद्ध बद्ध समणुगच्छमाणं पासइ, पासित्ता अत्थामे अबले अवीरिए अपुरिसक्कार
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૯૩