________________
बयासीनो खलु देवाणुविया ! एवं भूयं वा भव्यं वा भविस्सं वा जणं दोवई देवो पंच पंडवे मोत्तण अन्नेणं पुरिसेणं सद्धि ओरालाई जाव, विहरिस्सर )
ત્યાં જઈને તેમણે તે પૌષધશાળાને રજોહરણથી સાફ કરી યાવત્ અષ્ટમ ભકત કરીને પૂર્વ સતિ દેવનું આવાહન કર્યું. દેવ જ્યારે આવી ગયા ત્યારે તેમણે પૂર્વસંગતિક દેવને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! જમૂદ્રીપ નામના દ્વીપમાં ભરત વર્ષમાં હસ્તિનાપુર નગરમાં પાંડવાની પત્ની દ્રૌપદીદેવી છે, તે યાવત ઉત્કૃષ્ટ શરીરવાળી છે. એથી હે દેવાનુપ્રિય ! તે દ્રૌપદી દેવીને તમે અહીં લઈ આવે એવી મારી ઇચ્છા છે. પદ્મનાભની આ વાતને સાંભળીને પૂર્વભવના મિત્ર તે દેવે તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! દ્રૌપદી દેવીની સાથે આ જાતનું આચરણ ન પહેલાં થયું છે ન ભવિષ્યમાં થશે અને ન વર્તમાનમાં થવાની શકયતા છે દ્રૌપદી દેવી પાંચે પાંડવે સિવાય બીજા કોઈ પુરૂષની સાથે ઉદાર યાવત્ મનુષ્યભવ સંબંધી કામસુખા લેાગવે આ વાત તદ્ન અસંભવિત છે.
( तहावि य णं अहं तव पियतयाए दोब देवीं इहं हन्यमाणेमि ति वह पउमणामं आपुच्छर, आपुच्छित्ता ताए उक्किट्टाए जाव लवणसमुदं मज्झं मझेणं जेणेत्र हत्थिणाउरे णयरे तेणेव पहारेत्थ गमणाए )
છતાંએ તમને ખુશ કરવા માટે હું દ્રૌપી દેવીને શીઘ્ર અહીં લઇ આવું છું. આમ કહીને તેણે જવા માટે પદ્મનાભ રાજાને પૂછ્યું, પૂછીને તે પેાતાની ઉત્કૃષ્ટ દેવભવ સંબંધી ગતિથી યાવત્ લવણુ સમુદ્રની વચ્ચે થઈને જ્યાં હસ્તિનાપુર નગર હતું તે તરફ રવાના થશે.
( तेणं कालेणं तेणं समएणं हत्थिणाउरे जुहिट्टिले राया, देवईए सद्धिं उप आगासतलंसि सुहषसुत्ते यावि होत्या तरणं से पुनसंगइए देवे जेणेव जुहिद्विल्ले राया जेणेव दोवई देवी तेणेव उबागच्छर )
તે કાળે અને તે સમયે હસ્તિનાપુર નગરમાં યુધિષ્ઠિર રાજા અને દ્રૌપદી દેવી મહેલની અગાશી ઉપર સૂતા હતા. તે પૂર્વ સંગતિક દેવ જ્યાં તે યુધિ ષ્ઠિર રાજા અને જ્યાં તે દ્રૌપદી દેવી હતી ત્યાં આવ્યું.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૦૫