________________
અને ત્યારપછી કચ્છલ તેમને કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિય! સાંભળે, વાત એવી છે કે
(जंबू दीवे दीवे भारहेवासे हथिणाउरे दुवयस्स रण्णो धूया, चूलणीए देवीए अत्तया पंडुस्स मुण्हा, पंचण्हं पंडवाणं भारिया दोवई देवी रूवेण य जाव उक्किट्ठसरीरा, दोवईए णं देवीए छिन्नस्स वि पायंगुट्रयस्स अयं तव अवरोहो सयन्नमपि कलं ण अग्बई त्ति कट्ठ पउमणाभं पापुच्छइ, आपुच्छित्ता जाव पडिगए, तएणं से पउमणाभे राया कच्छुल्लणारयस्स अतिर एयमढं सोचा णिसम्म दोवईए, देवीए स्वेय मुच्छिए ४ दोचईए अज्झोववन्ने जेणेव पोसहसाला તેવું લવાજી )
જંબૂ દ્વીપ નામના પ્રથમ દ્વીપમાં ભારત વર્ષમાં હસ્તિનાપુર નામે નગરમાં કુપદ રાજાની પુત્રી ચૂલની દેવીની આત્મજા, પાંડુ રાજાની ખુષા-પુત્રવધુ પાંચ પાંડવોની પત્ની દ્રૌપદીદેવી છે. તે રૂપથી યાવતું ઉત્કૃષ્ટ શરીરવાળી છે. તમારે આ રણવાસ તેના કપાયેલા અંગૂઠાના સેમા ભાગની બરોબર પણ નથી, આ બધું હું વિચારપૂર્વક કહી રહ્યો છું. કદી જેવી નારી કંઈ પણ નથી. આ પ્રમાણે કહીને તે કચ્છન્ન નારદ ત્યાંથી ચાલવા માટે તૈયા થઈ ગયા. તેમણે પદ્મનાભ રાજાને જવા માટે પૂછયું, પૂછીને યાવતુ ત્યાંથી તેઓ પદ્મનાભ રાજાની પાસેથી સત્કૃત થઈને ઉત્પતની વિદ્યાના પ્રભાવથી આકાશને ઓળંગતા જતા રહ્યા. ત્યારપછી તે પદ્મનાભ રાજા કઠુલ નારદના મુખથી આ સમાચારને સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને દ્રૌપદી દેવીના રૂપ, યૌવન અને લાવણ્યથી મૂછિત ૪ થઈ ગયા, યાવતું તેમનું મન તેમાં એકદમ ચોંટી ગયું. આ સ્થિતિમાં તેઓ જ્યાં પૌષધશાળા હતી ત્યાં ગયા.
(उवागच्छित्ता पोसहसालं जाव पुव्वसंगइयं देवं एवं बयासी एवं खलु देवाणुप्पिया ! जंबू दीवे दीवे भारहे वासे हथिणाउरे जाव सरोरा तं इच्छामि गं देवाणुप्णिया! दोवई देवी इहमाणियं तएणं पुन्धसंगहए देवे पउमनाभं एवं
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૦૪