________________
ભાવાર્થ-શંકાકારે પ્રતિમા પૂજનને લકત્તરિક આવશ્યક માનીને દ્રવ્ય આવશ્યકમાં તેને સમાવેશ કરવાની જે ઈચ્છા બતાવી છે. તેની તે શંકાનું સમાધાન કરતાં સૂત્રકારે આ પ્રમાણે કહ્યું છે કે, જિન આજ્ઞા બાહ્ય અને સામાયિક વગેરેમાં અનુપયુક્ત પુરુષ વડે કરવામાં આવેલા સામાયિક વગેરે છ જાતના આવશ્યક કાર્યો જ લકત્તરિક દ્રવ્ય આવશ્યકમાં પરિગણિત કરવામાં આવ્યાં છે. એનાથી પ્રતિમા પૂજાને કેઈ સંબંધ જ નથી. પ્રતિમા પૂજા ષવિધ આવશ્યક કાર્યોમાં પરિગણિત જ થઈ નથી. એટલા માટે ત્યાં તેને કઈ પણ રીતે સંબંધ નહિ હોવાથી લકત્તરિક દ્રવ્ય આવશ્યકમાં તેની ગણના થઈ શકે તેમ નથી. એથી ફક્ત દ્રવ્ય આવશ્યકમાં જ થાય છે આમ માની લેવું જોઈએ.
શંકા-કુપ્રવચનમાં ઈન્દ્ર વગેરેની પૂજા કરવાના વિધાનની જેમ પ્રતિમા પૂજાનું વિધાન તે મળતું નથી, ત્યારે તમે એને કુવાચનિકમાં કેવી રીતે સમાવિષ્ટ કરી શકે ?
ઉત્તરઃ—જે કે કુપ્રવચનમાં પ્રતિમા પૂજનનું વિધાન સ્વતંત્ર રૂપમાં કરવામાં આવ્યું નથી છતાંય માનવીના મનોરથોને પૂર્ણ કરનારા–માણસના મૃત નિજીવ શરીરની પૂજાની જેમજ પ્રતિમાની કરવામાં આવેલી પૂજા પણ કુપ્રાવચનિકી છે. આમ અમે અનુમાનથી કહી શકીએ છીએ. તે કુપ્રવચનમાં પૂજાના આધારને નિર્ણય કરતી વખતે સામાન્ય રૂપથી પૂજાના આધારભૂત જેટલા પ્રતિમા ચિત્ર વગેરે પૂજ્ય છે તે સર્વેનું ગ્રહણ થયું છે.
આ રીતે પ્રતિમાની સર્વ પૂજાને આધાર પ્રતિમા અને ચિત્ર વગેરે છે. એટલા માટે તે કુમારચનિક છે આમ અમે કહી શકીએ છીએ. આ કથનથી એ વ્યાક્ષિસિદ્ધ થાય છે કે ઈન્દ્ર વગેરેના પૂજનની જેમ પ્રતિમાઓમાં જે જે પૂજાઓ કરવામાં આવે છે તેઓ સર્વે કુખાવચનિકી છે. એટલા માટે જિન પૂજા પણ પ્રતિમામાં આવતી હોવાથી આગમની અપેક્ષાથી કુપ્રાવચનિક દ્રવ્ય આવશ્યક છે અને એથી તે ધર્મપદવીગ્ય નથી. આ વાત સ્પષ્ટપણે સિદ્ધ થઈ જાય છે. આમાં અનુમાનપ્રયોગ આ પ્રમાણે કહી શકાય તેમ છે,
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૫૪