________________
ચીરિક વગેરે બધા પ્રવચનમાં એ જ હિંસા વગેરે કર્મોને કરવાનું વિધાન સ્પષ્ટ રૂપ જોવામાં આવે છે. એથી આ બધા કુકાવચનિક માનવામાં આવે છે. એમના વડે પ્રદર્શિત ઈન્દ્ર વગેરેનું પૂજન પણ આ કારણને લીધે જ કુપાવચનિક કહેવાય છે. જૈન શાસ્ત્રોમાં પ્રતિમા પૂજનના નિષેધને સ્પષ્ટપણે જે ઉલ્લેખ જોવામાં આવતું નથી, તેનું કારણ પણ એ છે કે જ્યારે પ્રભુએ ઈન્દ્ર વગેરેના પૂજનને કુપ્રવચનિક રૂપ માનીને નિષેધ કર્યો ત્યારે તેમની સામે અહિતની પ્રતિમાના પૂજનની વાત જ ન હતી, નહિતર તેઓશ્રી એ તેને પણ સ્વતંત્ર રૂપથી નિષેધ કર્યો હોત. બીજી વાત એ છે કે પ્રતિમા પૂજનનું કાર્ય હિંસા મય છે, ભગવાને ધર્મના માટે પણ હિંસા કરવાની આજ્ઞા કરી નથી. એટલા માટે જ્યારે વીતરાગ શાસ્ત્રમાં હિંસા વિષેનું વિધાન જ નથી ત્યારે આને વિધાન પણ તેઓ કેવી રીતે કરે પ્રતિષેધ વાક્ય ત્યારે જ સાર્થક ગણાય છે
જ્યારે પ્રતિષેધ્યરૂપ પદાર્થ કેઈ પણ રૂપથી પ્રસત હોય છે. આ પ્રતિમા પૂજનરૂપ કાર્ય માટે ન તે લૌકિક દ્રવ્ય આવશ્યક છે અને ન તે લોકોત્તર દ્રવ્ય આવશ્યક છે.
શંકા –પ્રતિમા પૂજન લૌકિક દ્રવ્ય આવશ્યક નથી. તમારી આ વાત તો ઉચિત છે. કેમ કે આ લૌકિક દ્રવ્ય આવશ્યકોથી સંપૂર્ણપણે ભિન્ન છે. પણ એને લેકોત્તરિક દ્રવ્ય આવશ્યક માનવામાં તમને શો વધે છે ? કેમકે પ્રભુ જાતે લકત્તર દેવ મનાય છે. ત્યારે તેમનું પૂજન પણ લકત્તરિક જ માનવું જોઈએ ?
ઉત્તર-પ્રવચનમાં ભગવાને જે સામાયિક વગેરે છ જાતના આવશ્યકોનું વર્ણન કર્યું છે તેઓ જ્યારે જિન-આજ્ઞા બાહ્ય સ્વચ્છેદ વિહારી અને ષટકાયની વિરાધના કરવામાં નિરત અનુપયુકત પુરુષો વડે આચરવામાં આવે છે. લોકેનરિક દ્રવ્ય આવશ્યક રૂપથી પ્રતિપાદિત કરવામાં આવે છે. આ છ જાતના આવશ્યકેમાં પ્રતિમા પૂજનને કેઈ અધિકાર જ નથી. એટલા માટે લે કેરિક આવશ્યક કેવી રીતે માની શકાય ?
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૫૩