________________
અરિહંત ” આ નામ રાખવામાં આવ્યું છે. તેને જોવાથી અરિહંત સ્મૃતિ પણ કેવી રીતે થઈ શકે તેમ છે? સ્મૃતિ તે અરિહંતની ત્યારે જ થઈ શકે કે જ્યારે તેમાં તેમની સ્મૃતિના ચિહ્નો હોય, તે પોતે આ જાતના ભાવથી રહિત થયેલો હોય, ત્યારે તે કેવી રીતે તેમની સ્મૃતિનું કારણ થઈ શકે છે આ વાત આપણે રવીકારી શકીએ તેમ છીએ કે શ્રવણ-કર્તા શાસ્ત્ર વગેરેમાં અરિહંત પ્રભુના ગુણેનું વર્ણન વાંચીને ચિત્તમાં ધારણ કરીને ભલે “અરિહંત' આ નામના શ્રવણથી તેમનું સ્મરણ કરી શકે છે. પણ ગોપાળદારક વગેરેમાં કૃત નામથી તેનું સ્મરણ થઈ શકતું નથી. તે નામ વડે તે તેમાં જ સંકેતિત તે શબ્દથી તે ગોપાળદારક રૂપ અર્થનો જ તે બંધ થશે. જે અરિહંત નામ શ્રવણથી સાંભળનારને અરિહંત પદાર્થોનું જ્ઞાન થાય છે ત્યારે તે નામનિક્ષેપને વિષય માનવામાં આવ્યા નથી ભાવનિક્ષેપતો જ તે વિષય છે. કેઈ પણ રીતે થોડું પણ સરખાપણું હોવાથી એક પદાર્થને જોઈને તેના સરખા બીજા પદાર્થનું સ્મરણ થઈ જાય છે પણ પ્રકૃતમાં ગોપાળદારક રૂપ અરિહંત નામનિક્ષેપમાં એવું કઈ જાતનું સરખાપણું છે કે જે તે અરિહંતનું સ્મરણ કરાવી શકે ? એથી નામ અને ગેત્રની સાથે સાક્ષાત્ ભગવાન અરિહંતને સંબંધ ષષ્ઠી વિભકિત વડે દર્શાવનારા સૂત્રકારે આ સત્રમાં નામનિક્ષેપને કઈ પણ વિષય પ્રતિપાદિત કર્યો નથી. ભાવનિક્ષેપ ને જ વિષય તેમાં બતાવ્યું છે એથી જીનને બંધ કરાવનાર જીન “અરિ. હત” વગેરે નામ શ્રવણથી મહાફળ પ્રાપ્ત હોય છેઆમ સમજવું જોઈએ.
આ પ્રમાણે સ્થાપના નિક્ષેપ પણ ભાવ રૂપ અર્થથી રહિત છે. કારણ કે આને તેની સાથે કોઈ પણ જાતને સંબંધ નથી. ભાવજીનની અવસ્થાની આકૃતિ પથ્થર વગેરેની મૂર્તિમાં “આ તેઓ જ છે !” આ જાતની કલ્પના કરવાનું નામ રથાપના છે. તીર્થંકરની પ્રકૃતિના ઉદયથી સમવસરણ વગેરે વિભૂતિ સહિત આત્માનું નામ ભાવજીન છે. આ ભાવજીનના શરીરની જે આકૃતિ છે તેના વિષે આપણે પણ વિચાર કરીયે કે પથ્થર વગેરેની પ્રતિમામાં તેને સંબંધ કેવી રીતે આવી શકે છે કેમકે તે આકૃતિને સંબંધ આશ્રય આશ્રયી ભાવથી તે જીન જે કાળમાં હતા તે કાળમાં જ તેમની સાથે હતે. તેમની ગેરહાજરીમાં પથ્થર વગેરેમાં આ જાતને આશ્રય-આશ્રયી ભાવ સંબંધ માન્ય રાખો કેવી રીતે યોગ્ય કહી શકાય તેમ છે ? ભાવજીનના સદૂભાવમાં જેમ તેમના સાક્ષાત દર્શનથી પ્રાણીઓમાં એક જાતને ભાલ્લાસ ઉદ્ભવે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૪૭.