________________
બીજી વાત એ પણ છે કે જ્યારે સાધુમર્યાદા મુજબ અકય તેમજ પ્રવ ચન નિષિદ્ધ વસ્તુ ને આપવા માટે મંડૂક રાજાએ વૈદ્યોને આદેશ આપે નહિ તે વૈદ્યોની શી તાકાત કે તેઓ તેમની આજ્ઞાને ઓળંગીને શૈલક અનગારને મધ પીવડાવે ? તેમજ આગળના “મૂળ પાઠને ” જેવાથી પણ આવાત સિદ્ધ થાય છે કે ગુણોને નષ્ટ કરનાર મદ્ય અહીં મદ્ય-શબ્દને વાચાર્ય થઈ શકે જ નહિ. જેમકે- ચાર જાતના આહાર અને મધ પાનમાં મૂવશ થયેલા શૈલકને પ્રમાદ દેષથી ફક્ત જનપદે વિહાર કરવા માટેની અશક્તિ જ આવી ગઈ છે. તેમના મૂળગુણોને નાશ થયો નથી આવું સમજીને જ પાંથકને ત્યાં મૂકીને બધા મુનિએ ત્યાંથી બીજા બહારના જન પદેશમાં વિહાર કરવા માટે નીકળી પડ્યા પાંથકને શૈલકની વૈયાવૃત્તિ માટેજ મુનિએ મૂકીને ગયા હતા. આ સૂત્રકાર આ પ્રમાણે આગળ વર્ણન કરવાના જ છે. હવે જે શૈલકે આગમનિષિદ્ધ મંદિરનું સેવન કર્યું હતતો તેઓ મૂળ ગુણેથી પણ હીન થઈ જાય અને આ પ્રમાણે અનગાર ધ રહિત રહેવા બદલ પાંચક અનગારની તેમની માટેની વૈયાવૃત્તિ પણ ઉચિત ગણાત જ નહિ અને બીજુ કે જ્યારે મદ્યપાન કરીને પૂર્વાપરાહ્ન કાળમાં શૈલક રાજ ઋષિ સુખેથી સૂતા હતા ત્યારે ચાતુર્માસિ પ્રતિક્રમણ કરવાની ઈચ્છાથી જ્યારે ક્ષમાપના માટે પાથકે તેમનાં ચરણોમાં પિતાના મસ્તકનો સ્પર્શ કર્યો ત્યારે તેઓ જાગ્રત થઈ ગયા. અને ઓચિંતા નિદ્રાભંગ થતાં તેઓ ક્રોધા. વિષ્ટ થઈ ગયા. પાંથકે તેમને ગુસ્સે થયેલા જોઈને ફરી તેમના ચરણોમાં મસ્તક નમાવીને વિનંતી કરતાં કહ્યું કે હે ભગવાન ! મારે ગુને માફ કરો ફરીથી આવું નહિ થાય. જે મદ્ય શબ્દ મદિરાના અર્થને સૂચવનાર હોય મૂળસૂત્રમાં શૈલકને માટે રાજઋષિ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યું છે, તેમને રાજઋષિના વિશેષણથી સંબોધવામાં આવ્યા છે તે કેવી રીતે બને ? પાંથક અનગારે તેમના પ્રત્યે ક્ષમાપના રૂપ વંદન વિનય વગેરે બતાવ્યું તે પણ ઉચિત કેવી રીતે કહી શકાય ? બીજુ કે જે મદ્ય શબ્દને મદિરાના અર્થમાં સ્વીકારીએ તે શૈલક અનગાર પશ્ચાત્તાપના ઉદયથી વિશુદ્ધ ચારિત્રની આરાધન
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨